રાજ્યભરમાં શોકનો માહોલ, લોકોએ મોરબીના મૃતકો માટે મૌન રાખ્યું, આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

ઝી, બ્યૂરોઃ મોરબીમાં રવિવારે થયેલી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મોત થયા છે. જેમાં બાળકો, મહિલાઓ પણ સામેલ છે. રવિવારનો દિવસ મોરબી માટે ઘાત લઈને આવ્યો હતો. અહીં આવેલો પ્રસિદ્ધ ઝૂલતો પુલ અચાનક તૂટી જતાં લોકો પાણીમાં પડી ગયા હતા અને મોતને ભેંટ્યા હતા. મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હતો. 

આજે રાજ્યભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે રાજ્યભરની સરકારી કચેરીઓ હોય કે ખાનગી ઓફિસો અનેક જગ્યાએ લોકોએ ભેગા થઈને મોરબીના મૃતકો માટે મૌન રાખ્યું અને શ્રદ્ધાંજલિ આપી હતી. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image