UPSC ક્લિયર કરીને લોકોના દિલમાં છવાઇ ગઇ ટોપ મોડલ Aishwarya Sheoran, જુઓ PHOTOS
મોડલિંગની દુનિયામાં નામ કમાઇ ચૂકેલી ઐશ્વર્યા શ્યોરાન (Aishwarya Sheoran) એ તાજેતરમાં જ આવેલા UPSC રિઝલ્ટમાં 93મો રેંક પ્રાપ્ત કરીને નવું ઉદાહરન પુરૂ પાડ્યું છે.
મોડલિંગની દુનિયામાં નામ કમાઇ ચૂકેલી ઐશ્વર્યા શ્યોરાન (Aishwarya Sheoran) એ તાજેતરમાં જ આવેલા UPSC રિઝલ્ટમાં 93મો રેંક પ્રાપ્ત કરીને નવું ઉદાહરન પુરૂ પાડ્યું છે. જ્યાં એક તરફ ફેશન, મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં લોકોને અભ્યાસ અને પુસ્તકોને દૂર દૂર સુધી કોઇ નાતો હોતો નથી, તો બીજી તરફ ટોપ મોડલ બન્યા બાદ ઐશ્વર્યા શ્યોરાન(Aishwarya Sheoran) એ UPSC રિઝલ્ટમાં 93 રેક પ્રાપ્ત કર્યા છે.
આ રિઝલ્ટ બાદ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની પ્રશંસા કરનારાઓની લાઇન લાગી છે. આ સફળતા બાદ લોકો તેમને બ્યૂટિ વિથ બ્રેન કહીને બોલાવવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. આવો આ તસવીરો સાથે તમને જણાવીએ ઐશ્વર્યા શ્યોરાન (Aishwarya Sheoran) વિશે કેટલીક ખાસ વાતો...
ઐશ્વર્યાએ મંગળવારે આવેલા UPSC રિઝલ્ટમાં 93મો રેંક પ્રાપ્ત કરીને તહેલકો મચાવી દીધો છે.
UPSCએ 2019 સિવિલ સર્વિસ એક્ઝામના પરીણામ મંગળવારે જાહેર કર્યા છે.
ઐશ્વર્યાએ પોતાનો સ્કૂલ અભ્યાસ સાયન્સ જેવા કઠીન વિષય સાથે પુરો કર્યો છે. પછી દિલ્હીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન લીધું.
ઐશ્વર્યના પિતા કર્નલ અજય કુમાર એનસીસી તેલંગાણા બટાલિયનના કમાંડિંગ ઓફિસર છે.
ઐશ્વર્યાએ પોતાના ઇન્ટરવ્યૂંમાં ઘણીવાર કહ્યું છે કે તેમનું નામ તેમની માતાએ પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયના નામથી રાખ્યું હતું.
ઐશ્વર્યા મિસ ઇંડીયા 2017ના 21 ફાઇનિસ્ટમાં સિલેક્ટ થઇ હતી.
તેમને બ્યૂટી વિથ પર્પસનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
અભ્યાસના કારણે ઐશ્વર્યએ સોશિયલ મીડિયા અને મીડિયાથી અંતર બનાવ્યું હતું.
હવે સોશિયલ મીડિયા પર લોકો તેમની લગનની પ્રશંસા કરતાં તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
તમામ તસવીર સાભાર: Instagram@AishwaryasheoranIAS
Trending Photos