મધ્યમાં 'ભારે'...દક્ષિણમાં 'અતિભારે'! ઓગસ્ટમાં આવશે વિનાશકારી પૂર! જાણો અંબાલાલની અસલી આગાહી

Ambalal Patel Prediction: હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને હવે ચોમાસું બરાબરનું જામ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થતા હવે વરસાદી માહોલ છવાયો છે. હાલ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. તાપી, સુરત, નવસારી, ડાંગ જેવા જિલ્લામા આભ ફાટવા જેવી સ્થિતિ છે. જોકે, આ સ્થિતિ હજુ બદતર બનવાની છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે આ આગાહી આવી છે. 

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

1/11
image

અંબાલાલ પટેલે કહ્યું કે આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે. આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. 

2/11
image

આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે. જેમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે.

3/11
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે.   

4/11
image

અંબાલાલ પટેલનો વરસાદનો વરતારો હંમેશા સચોટ અને સાચો હોય છે. ચોમાસું એટલે ખરીફ પાકના વાવણીનો સમય. આ સમય ખેડૂતો માટે બહુ જ મહત્વનો હોય છે. તેમાં પણ વાવણી સમયે ખેડૂતોને વરસાદનું સચોટ અનુમાન મળી રહે તો સોને પે સુહાગા જેવી સ્થિતિ સર્જાય. ખેડૂતોનો પાક ક્યારેય નષ્ટ ન જાય. આવામાં હવામાન નિષ્ણાત ગુજરાતના ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ લઈને આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે. 

5/11
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.   

6/11
image

તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.   

7/11
image

તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. 

8/11
image

આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે, તો આવતીકાલે નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 

જુલાઈના અંતમાં આવશે વરસાદ

9/11
image

પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.

આજની શુ સ્થિતિ છે

10/11
image

વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની આગાહી આવી છે. હજી પણ મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે. હાલ ગુજરાત પર બે સિસ્ટમ કાર્યરત છે, આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક દરમ્યાન મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે હજીપણ રેડ એલર્ટની ચેતવણી છે, અહીં અતિભારે વરસાદ આવી શકે છે. તો સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. પરંતું 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ નહીં રહે. 

11/11
image

રાજ્યભરમાં ઠંડર સ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે. આ કારણે માછીમારોએ 4 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદને કારણે વરસાદની ઘટ પૂર્ણ થઈ છે. રાજ્યમાં હાલ સામાન્ય કરતા 28 ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો ગુજરાત રીજીયનમાં 1 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં પણ 65 ટકા વધુ વરસાદ નોંધાયો છે.