પ્રદીપના પિતા શાકભાજી વેચે છે, પ્રિન્સ દિવ્યાંગ છે... મહેનતથી પાસ થઈને ટોપર્સ બન્યા આ સુરતી લાલા

GSEB HSC Commerce Result 2023 Toppers ચેતન પટેલ/સુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 13 ટકા ઓછું છે. બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શક્યા. માર્ચમાં આયોજિત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 3 લાખ 49 હજાર 792 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે કેટલાય વિદ્યાર્થીઓ એવા છે, જેમના માટે બોર્ડની પરીક્ષા સરળ ન હતી. પરીક્ષામાં અડચણો આવી હતી, છતાં હિંમત હાર્યા વગર તેઓએ એવી મહેનત કરી કે, અવ્વલ પરિણામ લાવીને બતાવ્યું. ચાલો મળીએ આવા સુરતના ટોપર્સને.

દિવ્યાંગ વિદ્યાર્થીએ બાજી મારી

1/3
image

સુરતના વિદ્યાર્થી પ્રિન્સ ગઢીયાએ 91.57 ટકા મેળવ્યા છે. ખાસ વાત તો એ છે કે, તેણે બોર્ડ પર જોયા વગર અભ્યાસ કર્યો છે. માત્ર શિક્ષકોને સાંભળી અભ્યાસ કરી A 1 મેળવ્યો છે. પ્રિન્સ દિવ્યાંગ છે, તેના માતાપિતા પણ દિવ્યાંગ છે. સારુ પરિણામ લાવનાર પ્રિન્સ CA બનવા માંગે છે. પ્રધાનમંત્રી મોદીથી પ્રેરાઈને પ્રિન્સે શિક્ષણ કરવાનું મન બનાવ્યું. દિવ્યાંગજનોને લઈ પ્રધાનમંત્રી મોદી જે ભાષણ કરતા તે સાંભળતો હતો. પ્રિન્સના મિત્ર ક્રિશ પટેલે પણ 92 ટકા મત મેળવ્યા છે. 

પ્રદીપના પિતા શાકભાજી વેચે છે

2/3
image

ગરીબ પરિવારના સંતાનો જ્યારે ટોપર બને ત્યારે વધુ ખુશી થાય છે. સુરતમાં રહેતો પ્રદીપ માળી એ 94.71 ટકા મેળવ્યા છે. તેની કહાની એવી છે કે, તેના પિતા ભગવાનભાઈ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવવુ છે. તેમના માટે પ્રદીપને ભણાવવુ મુશ્કેલ છે, છતા પેટે પાટા બાંધીને દીકરાને ભણાવે છે. ખાસ વાત તો એ છે કે, પ્રદીપે 1 થી 10 ધોરણ સુધી હિન્દી મીડીયમમાં અભ્યાસ કર્યો હતો. તેના બાદ ધોરણ 11 અને 12 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો. ભાષાનું માધ્યમ બદલાતા છતા તેણે સારા માર્કસ મેળવ્યા. 

પિતા વિહોણી દીકરીનું ઝળહળતું પરિણામ

3/3
image

સુરતની નિતિશા પટેલ પોતાનું પરિણામ જોઈને ભાવુક થઈ ગઈ હતી. પિતાવિહોણી દીકરી નિતિશાએ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 96.86 ટકા પરિણામ મેળવ્યું છે. કિડની ફેઈલ થઈ જતા પિતાનું મૃત્યુ થયું હતું. તેથી સારું પરિણામ આવતા તે અને તેની માતા ભાવુક થઈ ગઈ હતી. પિતા ન હોવાથી શાળાએ તેના અભ્યાસ પર વધુ ધ્યાન આપ્યુ હતું. જેને કારણે આજે તે સફળ રહી છે. તેના સારા પરિણામ બાદ આશાદીપ સ્કૂલના સંચાલકે તેને મદદ કરવાનો નિર્ણય લીધો. સંચાલક મહેશ રામાણીએ નિતિશાનો આગળ ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે. નિતિશા પગભર નહિ તાય ત્યા સુધી તેઓ ભણવાનો ખર્ચ આપશે.