આ ગામડું કહેવાય છે ભૂતિયા ગામ, લોકો પગ મૂકતા પહેલા સો વખત કરે છે વિચાર!

An abandoned village of Tuticorin : તમે ભારતના એ ગામડા વિશે જાણો જો કે, જે ગામ સંપૂર્ણ પણ સૂમસામ થઇ ગયું છે. લોકો આ ગામમાં જવાથી પણ ડરે છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે ગામ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.
 

1/4
image

તુતીકોરિન જિલ્લામાં વસેલા આ ગામ વિશે એવું કહેવાય છે તે ગામ ભૂતિયા છે. અને એનું નામ છે મિનાક્ષીપુરમ. આજની તારીખે અહીં ખંઢેર જ જોવા મળે છે. જો કે, એના વિશે ઘણી અફવાઓ અને કહાનીઓ પણ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે, અહીં ભૂત પ્રેત રહે છે અને કેટલાક લોકોનું કહેવું છે કે, અહીં કોઇનો શ્રાપ છે. 

2/4
image

એક અફવા અનુસાર એવું કહેવાય છે કે, મિનાક્ષીપુરમમાં જે લોકો રહે છે તેનું અચાનકથી જ મોત થઇ જાય છે. જેના કારણે લોકો અહીથી દૂર જવા લાગ્યા. એક માન્યતા એવી પણ છે કે, આ ગામના લોકોએ વર્ષો પહેલા કોઇ દેવી દેવતાઓને નારાજ કર્યા હતા જેના કારણે શ્રાપ લાગ્યો છે.  

3/4
image

તમને જણાવીએ કે, આ ગામના ઇતિહાસ વિશે વધુ જાણકારી નથી પરંતુ કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે, આ ગામ એક સમૃદ્ધ બંદરગાહ હતું પરંતુ સમયની સાથે સાથે સૂમસામ થવા લાગ્યું   

4/4
image

એવું કહેવાય છે કે, આ ગામમાં આજની તારીખે કોઇ નથી રહેતું. મોટાભાગના લોકો અહીં જવાથી પણ ડરે છે. જો કે, કેટલાક લોકો એક્સિપિરયન્સ માટે અહીં જાય છે. જ્યાં રાત્રે રોકાવા માટે કેટલીક હોટલ અને લોજ પણ છે.