Rose Day: આપી શકાય છે દરેક રંગના ગુલાબ, દરેક રંગનો છે ખાસ મતલબ
7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન્સ વિકની શરૂઆત થઈ ગઈ છે. આ અઠવાડિયામાં કોઈપણ વ્યક્તિને ગુલાબ આપીને તેમના પ્રત્યેની લાગણીનો એકરાર કરવામાં આવે છે. જોકે આ ગુલાબ આપતી વખતે એના રંગનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
લાલ ગુલાબ : લાલ ગુલાબ એ વ્યક્તિને આપવામાં આવે છે જેને તમે બહુ પ્રેમ કરો છો અને જેની તમારી જિંદગીમાં ખાસ જગ્યા છે.
સફેદ ગુલાબ : સફેદ ગુલાબ શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. જોકે તમે ગુસ્સે થયેલા મિત્રને મનાવવા ઇચ્છતા હો તો પણ સફેદ ગુલાબ આપી શકાય છે.
પીળું ગુલાબ : પીળું ગુલાબ મિત્રતાનું પ્રતીક છે. તમે મિત્રોને આ રંગનું ગુલાબ આપીને મિત્રતાને સેલિબ્રેટ કરી શકો છો.
ગુલાબી ગુલાબ : ગુલાબી ગુલાબ પ્રશંસા, ખુશી અને કૃતજ્ઞતાનો રંગ છે. તમે આ રંગનું ગુલાબ એ વ્યક્તિને આપી શકો છો જેને તમે ખાસ માનો છે.
નારંગી ગુલાબ : નારંગી રંગ પેશન અને એનર્જીનું પ્રતીક છે. જો તમે કોઈ પ્રત્યે પેશન અને ફિલિંગ જાહેર કરવા ઇચ્છતા હો તો નારંગી ગુલાબ બેસ્ટ વિકલ્પ છે.
લેવેન્ડર ગુલાબ : લેવેન્ડર ગુલાબ બહુ મુશ્કેલીથી મળે છે. જો તમને કોઈ સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ જાય તો એ જાહેર કરવા માટે આ રંગનું ગુલાબ પસંદ કરવું જોઈએ.
પીચ ગુલાબ : જો તમે કોઈની ખૂબસુરતી કે નમ્રતાના વખાણ કરવા ઇચ્છતા હો તો પીચ ગુલાબ બેસ્ટ વિકલ્પ છે.
Trending Photos