7 જાન્યુઆરીથી ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી? ફરી જામશે ચોમાસા જેવો માહોલ

Monsoon Prediction: રાજ્યમાં હાલ  ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે.

1/6
image

હાલ ઉત્તરના તેજીલા અને બરફીલા પવનોને કારણે ગુજરાતીઓ ઠુઠવાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે  ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ વરસાદી માહોલ જામી શકે છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જો કો આ સમયમાં પણ લઘુત્તમ તાપમાન માં કોઈ ફેરફાર ન થવાના સંકેત મળે છે. 8-9-10 જાન્યુઆરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

2/6
image

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ ઘેરાતા ખેતરમાં ઉભા શિયાળા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘઉં, ચણા, જીરૂ સહિતના પાકને નુકસાન ભીતિ સેવાઇ રહી છે. જાન્યુઆરી આવતા જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગુજરાતનાં 10 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે. કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં 11થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. 

8 જાન્યુઆરી કયાં પડશે વરસાદ

3/6
image

8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ , નવસારી, ડાંગ, વલસાડ , દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી છે.  

9 જાન્યુઆરીએ આ વિસ્તારમાં પડશે વરસાદ

4/6
image

હવામાન વિભાગે 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહીના સંકેત આપ્યા છે.  

10 જાન્યુઆરીએ ક્યાં પડશે વરસાદ

5/6
image

હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ફરી એક વાવાઝોડું આવશે

6/6
image

અંબાલાલ પટેલે આગાહી કરી કે, અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે.