વ્રજમાં 10 દિવસ સુધી રમાય છે હોળી, જાણો સંપૂર્ણ શેડ્યુલ

લોકો રંગોના તહેવાર હોળીની આતુરતાપૂર્વક આખું વર્ષ રાહ જોતા હોય છે. મથુરામાં આ તહેવારની ઉજવણી 10 દિવસ સુધી કરવામાં આવતી હોય છે. આ 10 દિવસોમાં મથુરાના લોકો અલગઅલગ રીતે હોળી સેલિબ્રેટ કરે છે. આ સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે અનેક પ્રવાસીઓ આવતા હોય છે અને સેલિબ્રેશન કરતા હોય છે. 

નવી દિલ્હી : લોકો રંગોના તહેવાર હોળીની આતુરતાપૂર્વક આખું વર્ષ રાહ જોતા હોય છે. મથુરામાં આ તહેવારની ઉજવણી 10 દિવસ સુધી કરવામાં આવતી હોય છે. આ 10 દિવસોમાં મથુરાના લોકો અલગઅલગ રીતે હોળી સેલિબ્રેટ કરે છે. આ સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે અનેક પ્રવાસીઓ આવતા હોય છે અને સેલિબ્રેશન કરતા હોય છે. 

લઠ્ઠમાર હોળી

1/13
image

રાવલ ગામમાં 5 માર્ચના દિવસે લઠ્ઠમાર હોળી રમવામાં આવશે. 

સાંસ્કૃતિક કાર્યક્રમ

2/13
image

મથુરામાં કૃષ્ણ જન્મસ્થાન અને વૃંદાવનમાં આ પ્રકારની હોળીનું આયોજન 06 માર્ચના દિવસે કરવામાં આવ્યું છે. એમાં લોકો ફુલ અે રંગ સાથે હોળીનું સેલેિબ્રેશન કરશે. 

 

છડીમાર હોલી

3/13
image

આ પ્રકારની હોળી ગોકુલમાં 7 માર્ચના દિવસે રમવામાં આવશે. 

 

ફાલેનની હોળી

4/13
image

આ હોળી 09 માર્ચના દિવસે ફાલેન ગામમાં રમવામાં આવશે. આ ગામમાં હોળી અલગ રીતે રમવામાં આવશે. આ હોળીનું નામ એના ગામના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. 

હોલી ડોલા ભ્રમણ

5/13
image

આનું આયોજન મથુરામાં બનેલા શ્રી દ્વારકાધીશ મંદીરમાં કરવામાં આવશે. આની શરૂઆત 9 માર્ચના દિવસે બપોરના ત્રણ વાગ્યાથી થશે.

ટેસુ ફુલ અને અબરી ગુલાલ હોળી

6/13
image

આ કાર્યક્રમ મથુરાના શ્રી દ્વારકાધિશ મંદીરમાં 10 માર્ચના દિવસે યોજાશે. આ દરમિયાન ટેસુ તેમજ અબીર અને ગુલાલથી હોળી રમવામાં આવશે. 

દાઉજીનો હુરંગો

7/13
image

આ કાર્યક્રમ બલ્દેવમાં 11 માર્ચના દિવસે આયોજિત કરવામાં આવશે. 

ચરકુલા નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ

8/13
image

આ કાર્યક્રમનું આયોજન 11 માર્ચના દિવસે મુખરાઈ ગામમાં કરવામાં આવશે. 

લડ્ડુ હોળી

9/13
image

આ હોળી બરસાનામાં 03 માર્ચના દિવસે રમવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો આ હોળી કાર્યક્રમમાં શામેલ થશે. 

લઠ્ઠમાર હોળી

10/13
image

આ પ્રકારની હોળીનું આયોજન બરસાનામાં કરવામાં આવશે. આ પ્રકારની હોળીમાં લોકો લાકડી તેમજ ઢાલથી હોળી રમે છે. 

લઠ્ઠમાર હોળી

11/13
image

નંદગાંવમાં લઠ્ઠમાર હોળીનું વિશેષ આયોજન કરવામાં આવશે. પ્રવાસીઓ 05 માર્ચે આ હોળીમાં શામેલ થઈ શકે છે. 

જાબ ખાતે હુરંગા

12/13
image

આ કાર્યક્રમ પણ 11 માર્ચે, નંદગાવ પાસે જાબ ગામ ખાતે રમવામાં આવશે. 

બઠૈન, ગિડોહ ખાતે હુરંગા

13/13
image

આ કાર્યક્રમનું આયોજન 12 માર્ચે બઠૈન ગામનમાં કરવામાં આવ્યું છે.