Mars Transit 2023: મંગળનું સિંહ રાશિમાં ગોચર, લાભ મેળવવા દર મંગળવારે રાશિ અનુસાર કરી લો આ સરળ કામ
Mars Transit 2023: મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ કહેવાય છે. મંગળે 1 જુલાઈ 2023 ની સવારે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે 18 ઓગસ્ટ 2023 સુધી મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે. મંગળના આ રાશિ પરિવર્તનની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. કેટલીક રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન અશુભ સાબિત થવાનું છે. તેવામાં મંગળની અશુભ અસરોથી બચવા માટે 12 રાશિના લોકો પોતાની રાશિ અનુસાર કેટલાક ઉપાય કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ મંગળના પ્રકોપથી બચવા માટે કઈ રાશિના લોકોએ કયો ઉપાય કરવો.
મેષ
દર મંગળવારે હનુમાનને ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી મંગળ દોષ દૂર થાય છે.
વૃષભ
મંગળવારે તાંબાના વાસણમાં પાણી ભરી તેમાં થોડા કાળા તલ મિક્સ કરો. ત્યારપછી 108 વાર 'ઓમ હં હનુમંતે નમઃ' મંત્રનો જાપ કરી આ પાણી પીપલાના ઝાડમાં અર્પણ કરો.
મિથુન
મંગળવારનું વ્રત રાખવું અને અને હનુમાન મંદિરમાં મસૂરની દાળ, પાંચ લાલ ફળ, ગોળ, લવિંગ અને પાંચ રૂપિયાનો સિક્કો ચઢાવવો.
કર્ક
મંગળવારે ઉપવાસ કરવો અને હનુમાનજીના મંદિરમાં બેસીને સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરો.
સિંહ
મંગળવારે હનુમાનજીની પ્રતિમાની સામે પાણીનું વાસણ રાખીને હનુમાન બાહુકનો પાઠ કરવો. આ ઉપાય ત્યારબાદ 21 દિવસ કરવો.
કન્યા
મંગળવારે હનુમાન મંદિરમાં જઈને ગોળ અને ચણા ચઢાવો. ત્યારબાદ રોજ 21 દિવસ આ ઉપાય કરવો.
તુલા
મંગળવારે હનુમાનજીના મંદિરમાં 7 ત્રિકોણાકાર ધ્વજ અર્પણ કરો તેનાથી મંગળ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
વૃશ્ચિક
મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી તમામ દુ:ખનો નાશ થાય છે.
ધન
મંગળવારની સવારે બ્રહ્મ મુહૂર્તમાં વડના ઝાડનું પાન લઈ આવવું અને તેના ઉપર લાલ રંગની પેનથી મનની ઈચ્છા લખવી. ત્યારબાદ તેને હનુમાનજીના મંદિરે જઈ તેમના ચરણોમાં મુકી દેવું.
મકર
મંગળવારના દિવસે હનુમાનજીને સોપારી અર્પણ કરો. આમ કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
કુંભ
મંગળવારે લાલ રંગના કપડા પહેરી હનુમાન મંદિરમાં જવું અને હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબના ફૂલની માળા અર્પણ કરવી.
મીન
મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને રામરક્ષાસ્તોત્રનો પાઠ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos