ગુજરાતની કેસર સહિત ભારતના આ 6 રાજ્યોની કેરી પણ છે વિશ્વપ્રસિદ્ધ, સ્વાદ હોય છે લાજવાબ

India's Famous And Tasty Mangoes: ગરમીની સિઝનની શરૂઆત થાય એટલે કેરી યાદ આવી જાય. ગરમી પડવાની શરૂઆત થાય એટલે લોકો રાહ જોતા હોય કે ક્યારેય બજારમાં કેરી મળતી થાય. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હોય જેને કેરી ખાવી પસંદ ના હોય. કેરી ખાવાનો જે આનંદ હોય છે તે અન્ય કોઈ વસ્તુમાંથી મળતો નથી. જો તમે પણ કેરીના ચાહક હોય તો આજે તમને જણાવીએ દેશની છ વિશ્વપ્રસિદ્ધ કેરી વિશે. ગુજરાતની કેસર જેટલી પ્રખ્યાત છે એટલી જ છ રાજ્યોની કેરી પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.  

મહારાષ્ટ્રની હાફુસ કેરી

1/6
image

અલ્ફાસો કે હાપુસ નામથી પણ આ કેરી પ્રખ્યાત છે. આ કેરી મહારાષ્ટ્રના રત્નાગીરી, રાયગઢ અને કોકંણ જેવી જગ્યાઓમાંથી આવે છે. આ કેરી પોતાના મીઠા સ્વાદ માટે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ફેમસ છે. ભારતમાં આ કેરીનું વેચાણ સૌથી વધુ થાય છે.

ગુજરાતની કેસર કેરી

2/6
image

બીજા ક્રમ પર ગુજરાતની કેસર કેરી આવે છે. કેસર કેરી પોતાના મીઠા સ્વાદ અને સુગંધ માટે ફેમસ છે. ગુજરાતમાં ગીર વિસ્તારમાં આ કેરી વધારે જોવા મળે છે. તેનો મીઠો ગર અને સુગંધ મન મોહી લે તેવી હોય છે. આ કેરીનું વેચાણ વિદેશમાં પણ ભરપૂર પ્રમાણમાં થાય છે. 

ઉત્તર પ્રદેશની દશહરી

3/6
image

ઉત્તર પ્રદેશની આ કેરી પણ પ્રખ્યાત છે. તેને મહિદાબાદી કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેરી ભારતના ઉત્તર ક્ષેત્રમાં ખૂબ જ પ્રખ્યાત છે. મહિદાબાદમાં આ કેરીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. 

કર્ણાટકની તોતાપુરી

4/6
image

આ કેરી નો સ્વાદ ખાટો મીઠો હોય છે. દક્ષિણ ભારતમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. લોકો તેનો અથાણામાં અને સલાડમાં વધારે ઉપયોગ કરે છે. આ કેરીનો આકાર ચાંચ જેવો હોય છે. તેનું ઉત્પાદન આંધ્રપ્રદેશ તમિલનાડુમાં પણ થાય છે.

બિહારની લંગડા કેરી

5/6
image

લગડા કેરી વિશે તો તમે પણ સાંભળ્યું હશે કેરીનો આ પ્રકાર બિહારમાં ખૂબ જ ફેમસ છે. આ કેરીને બનારસમાં એક વિકલાંગ વ્યક્તિએ સૌથી પહેલા ઉગાડી હતી. ત્યારથી તેનું નામ લંગડા પાડી દેવામાં આવ્યું છે. જોકે આ કેરીની ખેતી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબમાં પણ થાય છે.

હિમાચલ પ્રદેશની ચૌસા

6/6
image

ચૌસા કેરી ઉત્તર ભારતમાં સૌથી મીઠી કેરી તરીકે પ્રખ્યાત છે. તે ચમકદાર પીળા રંગની હોય છે અને તેનો ગર ખૂબ જ મીઠો હોય છે. આ કેરીની ખેતી હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ખાસ કરીને પાકિસ્તાનમાં થાય છે.