12 મહિના બાદ નીચભંગ રાજયોગ બનવાથી આ જાતકોનું પલટાઈ જશે ભાગ્ય, ધન-સંપત્તિ વધશે
વૈદિક પંચાગ અનુસાર મંગળ અને ચંદ્રમાએ નીચભંગ રાજયોગ બનાવ્યો છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
નીચભંગ રાજયોગ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એક ગ્રહ ચોક્કસ સમય પર ગોચર કરી શુભ અને રાજયોગ બનાવે છે, જેનો પ્રભાવ દેશ-દુનિયા અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોના સેાપતિ મંગળ દેવએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અને 7 નવેમ્બરે ચંદ્રમાએ મકર રાશિમાં પ્રવેશ કર્ય છે. જેનાથી નીચભંગ રાજયોગ બન્યો છે. આ રાજયોગના પ્રભાવથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે તેની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ કઈ રાશિઓ ભાગ્યશાળી છે.
મેષ રાશિ
તમારા લોકો માટે નીચભંગ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે તમારામાં સમજી વિચારી નિર્ણય લેવાની ક્ષમતા વધી જશે. કામ-ધંધા, વેપાર અને રોજગારમાં શાનદાર લાભ થશે. આ દરમિયાન તમે જમીન-સંપત્તિની ડીલ કરી શકો છો. સાથે તમારી સુખ-સુવિધામાં વધારો થશે. તમને કરિયરમાં નવી જવાબદારી મળી શકે છે. સાથે તમને માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે, તેને સારી સફળતા મળી શકે છે.
વૃષભ રાશિ
નીચભંગ રાજયોગ વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં સંચરણ કરી રહ્યાં છે. સાથે ચંદ્રમા તમારી રાશિથી નવમ ભાવ પર ગોચર કરી રહ્યાં છે. ચંદ્રમાની સાતમી દ્રષ્ટિ ત્રીજા ભાવ પર રહેશે. તેથી આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. માનસિક શાંતિ મળશે. તમને કારોબારમાં લાભ થશે. આ દરમિયાન ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. દરેક કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે. આ દરમિયાન તમારી પ્રગતિ થઈ શકે છે અને તમને પ્રમોશન મળી શકે છે.
કર્ક રાશિ
નીચભંગ રાજયોગનું બનવું કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી મંગળ લગ્ન ભાવમાં છે. સાથે ચંદ્રમા તમારી ગોચર કુંડળીના કર્મ ભાવમાં સંચરણ કરશે. સાથે સપ્તમ દ્રષ્ટિ લગ્ન ભાવ પર પડી રહી છે. આ દરમિયાન તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. સાથે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે આવકમાં વધારો થવાથી જીવનશૈલીમાં ફેરફાર થશે. નોકરીમાં સ્થિરતા વધશે. આવકમાં વધારો થઈ શકે છે. તો જે કુંવારા લોકોને તેને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos