Mahashivaratri 2024: શિવલિંગ પર અર્પિત કરો આ 5 વસ્તુ, ખૂલી જશે બંધ કિસ્મતના તાળા

Mahashivratri Upay: શિવ પુરાણ અનુસાર જો નિયમિત રૂપથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે, તો વ્યક્તિને ધન, ઐશ્વર્ય, દેવામાંથી મુક્તિનો આર્શિવાદ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રી પર શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઇને તમામ મનોકામના પૂર્ણ કરે છે. 

શિવલિંગની પૂજાના નિયમો

1/6
image

સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ભોલેનાથની પૂજા કરીને અને નિયમિત જળ અર્પણ કરવાથી ભક્તોના જીવનમાં દુખોના નાશ થાય છે. મહાદેવ પ્રસન્ન થઇને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. મહા શિવરાત્રી પર ભગવાન શિવની પૂજા દરમિયાન કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાની તમારી કિસ્મત ચમકી શકે છે. જાણો શિવલિંગ પર કઇ 5 વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. 

ધતુરો

2/6
image

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શિવલિંગ પર વિધિપૂર્વક ધતૂરો અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે દેવતાઓએ મહાદેવને ધતૂરો અર્પણ કર્યો હતો. ત્યારબાદ તે હોશમાં આવ્યા હતા. ત્યારથી જ ભગવાન શિવની પૂજામાં ધતૂરો અર્પણ કરવામાં આવે છે. એવામાં મહા શિવરાત્રીના ખાસ અવસર પર પણ શિવલિંગ પર ધતૂરો અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. 

મધ

3/6
image

ભગવાન શિવના આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે, ભક્તો શિવલિંગને ઘણી વસ્તુઓ અર્પણ કરે છે. તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પર તમે ભગવાન શિવને મધ પણ ચઢાવી શકો છો. એવું માનવામાં આવે છે કે જે કોઈ સાચા મનથી ભગવાન શિવને મધ અર્પણ કરે છે, તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેને સુંદરતા પ્રાપ્ત કરવાનું વરદાન આપે છે. ઉપરાંત તેઓ મધુર વાણીના આશીર્વાદ પણ આપે છે.

બિલીપત્ર

4/6
image

એવી માન્યતા છે કે બિલીપત્રમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. બિલીપત્રને લઇને માન્યતા છે કે બિલીપત્રના ત્રણ જોડાયેલા પાંદડા શિવલિંગ પર અર્પિત કરવાથી ભગવાન શિવને ઠંડક મળી હતી અને ભક્તોને અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઇએ કે બિલીપત્રના ત્રણ પાંદડાને બિલીપત્ર કહેવામાં આવે છે, જોકે મહાદેવના ત્રિશૂલનું પ્રતિનિધિત્વ કરે છે.   

શમીનો છોડ

5/6
image

શમીના છોડ વિશે એવી માન્યતા છે કે તેને ઘરના આંગણામાં લગાવવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. અથવા તે શનિદેવને અર્પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ અર્પણ કરવાથી શનિદેવની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. જે કોઈ પણ ભક્ત શિવલિંગ પર શમીના પાન ચઢાવે છે તેના પર ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ સાથે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

લાલ કેસર

6/6
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવને લાલ કેસર અર્પિત કરવામાં આવે છે . મહા શિવરાત્રી તેના માટે શુભ દિવસ ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે કેસર ભક્તોની ભક્તિ અને આત્માની શુદ્ધિનું પ્રતિક છે. લાલ કેસરનો રંગ તેમની શક્તિ અને દયાને દર્શાવે છે. તેને અર્પિત કરવાથી ભક્તોના ક્રોધ અને કષ્ટ દૂર થાય છે. સાથે જ તેને ભક્તિ અને આધ્યાત્મિક સાધનાનો ભાગ ગણવામાં આવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )