ગેંગરેપનો આરોપી બાપ અને 9 લોકોનો જીવ લેનાર બેટાની કેવી છે લાઈફ સ્ટાઈલ? જુઓ તસવીરો

Ahmedabad Car Accident Update: 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર શખ્સ કોણ છે? તેની જીવન શૈલી વિશે જાણીને પણ તમે ચોંકી જશો. તે આલીશાન બંગલામાં મોજથી રહે છે. કોઈ ફિલ્મ સ્ટાર કરતા કમ નથી તેની લાઈફ. અકસ્માત કરનાર યુવક ગોતા વિસ્તારના કુખ્યાત બિલ્ડર અને જમીનના દલાલ પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે. જેનું નામ તથ્ય પટેલ છે.

Ahmedabad Car Accident Update/ગૌરવ પટેલઃ ગત રાત્રે અમદાવાદમાં એસજી હાઇવે પર સરખેજથી ગાંધીનગર તરફના માર્ગ પર ઇસ્કોન બ્રિજ ઉતરતા જેગુઆર કારે એક પોલીસકર્મી સહિત 9 લોકોને કચડી માર્યા. પોલીસકર્મી સહિત આ લોકો એટલા માટે બ્રિજ પર ઉભા હતા કારણ કે કાળા ભંમર કાચ ધરાવતી એક નવી નક્કોર થાર ગાડીને એક ટ્રક સાથે અકસ્માત થયો હતો અને તેનું પંચનામું કરવા માટે પોલીસ પહોંચી હતી અને આ અકસ્માત જોવા લોકોનું ટોળું પર બ્રિજ પર ઉભું હતું. આ દરમિયાન સરખેજ તરફથી પૂરપાટ ઝડપે જેગુઆર કાર આવી અને તેને આ તમામ લોકોને અડફેટે લીધા.

9 લોકોને મોતને ઘાટ ઉતારનાર શખ્સ કોણ છે? તેની જીવન શૈલી વિશે જાણીને પણ તમે ચોંકી જશો. તે આલીશાન બંગલામાં મોજથી રહે છે. કોઈ ફિલ્મ સ્ટાર કરતા કમ નથી તેની લાઈફ. અકસ્માત કરનાર યુવક ગોતા વિસ્તારના કુખ્યાત બિલ્ડર અને જમીનના દલાલ પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે. જેનું નામ તથ્ય પટેલ છે.

તેના પિતા પ્રજ્ઞેશ પટેલે પણ પૈસાના રૌફને લીધે બહુ જાણીતા છે. પ્રજ્ઞેશ પટેલ પણ વર્ષ 2020માં થયેલાં રાજકોટ ગેંગરેપમાં હતા. બાપની જેમ દિકરો પણ પહેલાંથી જ બિન્દાસ પ્રકૃતિ ધરાવે છે. તથ્ય કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જોકે, પૈસાના પાવરને લીધે તે કોલેજ જતો નથી, ઘરેબેઠાં જ પરીક્ષાઓ આપવા જાય છે. મિત્રો સાથે રખડ્યાં કરે છે. તથ્ય ખુબ મોટા ધનાઢ્ય ઘરનો નબીરો છે. તેના પિતા અમદાવાદના ગોતા વિસ્તારમાં એક નામચીન માણસ છે. તે પોલીસથી લઈને રાજનીતિના લોકો જોડી મોટી વગ ધરાવે છે. ગોતા વિસ્તારમાં તેમનો આલીશાન બંગલો જોઈને તમારી અક્કલ કામ નહીં કરે.

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image