કેળાની છાલ ફેંકતા પહેલાં જાણી લો આ 5 જબરદસ્ત ફાયદા, બચી જશે દવાખાનાનો ખર્ચો
Banana Peel Benefits: કેળા એક એવું ફળ છે જે ખાવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. કેળા ખાવાથી આપણને ઘણાં જરૂરી વિટામિન મળે છે. કેળા ખાવાથી પેટ પણ ભરાય છે અને હેલ્થની રીતે લાભ પણ થાય છે. પણ શું તમે જાણો છોકે, કેળાની છાલથી પણ થાય છે અનેક ફાયદા...એવું કહેવાય છેકે, કમજોર શરીરમાં પણ જાન નાખી દે છે કેળાની છાલ. જાણો વિગતવાર...
શરીરમાં દુઃખાવોઃ
જો તમારા શરીરના કોઈપણ ભાગમાં દુઃખાવો થતો હોય તો પણ તમે સીધી દુઃખાની જગ્યાએ કેળાની છાલ લગાવી શકો છો. કેળાની છાલ લગાવતાની સાથે જ દુઃખાવો તુરંત ગાયબ થઈ જાય છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
રોગપ્રતિકારક ક્ષમતા વધે છેઃ
કેળાની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન બી હોય છે. જેને કારણે આ એક ખુબ ઉપયોગી વસ્તુ છે. જો તમારા શરીરમાં વિટામિન બી ની કમી થઈ હોય તો તમારે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમ પણ મજબૂત બની રહી છે. કેળાની છાલમાં ગુણોનો ખજાનો હોય છે.
વાળઃ
હેર કેર માટે ખુબ જ ઉપયોગી છે કેળાની છાલ. કેળાની છાલને પીસીની તેમાં કોપરેલ એટલેકે, નારિયલનું તેલ મિક્સ કરીને તેનાથી વાળની મસાજ કરવાથી વાળ મજબુત અને સુવાળા બને છે. હેર ગ્રોથ વધે છે અને વાળ તૂટવાની સમસ્યા દૂર થાય છે.
હડકા મજબત કરે છેઃ
કેળાની છાલમાં વિપુલ માત્રામાં કેલ્શિયમ હોય છે. જેનાથી તમારા હાડકા મજબૂત થાય છે. કેળાની છાલથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. હાડકામાં થતો દુઃખો પણ કેળાની છાલના સેવનથી બંધ થઈ જાય છે.
ખીલઃ
ચહેર પરના ખીલ દૂર કરવામાં કેળાની છાલ કરે છે મહત્ત્વનું કામ. તેમાં વિપુલ માત્રામાં એન્ટી ઓસ્કીડેન્ટ હોય છે. જેથી તે ફેસ પરના ખીલ સરળતાથી દૂર કરી શકે છે. તમારે આ છાલ ત્યાં ચહેરો સાફ કરીને ઘસવાની હોય છે.
Trending Photos