રસોડા, ચોકડી કે સોફા નીચે છુપાયેલો હોય છે આ જીવલેણ હજારપગો! બે મિનિટમાં રોકી દેશે તમારો શ્વાસ

Centipede: ચોમાસામાં ઘરે-ઘરે ઘુસી હડકંપ મચાવે છે હજારપગો! સાપ જેટલું જ ઝેરી હોય છે આ જીવડું! તે ઉંદરને ડંખ મારે તો ઉંદર પણ મરી જાય છે. તે કાનમાં ઘુસી જાય તો ભલભલા બોડી બિલ્ડરને બે સેકન્ડમાં ભોંય ભેગો કરી શકે છે. એકવાર જો તે કાનમાં ઘુસી જાય તો તેને કાઢવો ખુબ અઘરો છે. જો તે કાનમાં ઘુસી જાય તો અસહ્ય દર્દ આપે છે. 

1/10
image

Get Rid Of Kankhajura: ખાસ કરીને ચોમાસાની સિઝનમાં માખી, મચ્છરો સહિત અનેક જીવ-જંતુઓનો ઉપદ્રવ રહે છે. એવામાં એ જીવડું એવું છે જે સાપ કરતા પણ ખતરનાક છે. ઘણાં બધા ઘરમાં આ જીવડું જોવા મળે છે. ચોમાસામાં ઘણા બધા નાના જીવ જંતુ ઘરમાં આવી જાય છે. જેમાં કેટલાય ખતરનાક પણ હોય છે. આવું જ એક જીવડું છે કાન ખજુરો. જેનો ડંખ ખુબ જ પીડાદાયક હોય છે. તેના ડંખથી થાક લાગે ઓકિસજનની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. 

2/10
image

કેટલીક વાર તેનું ઝેર શરીરમાં ફેલાય જાય તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. કાનખજુરો કાનમાં ઘુસી જાય, ડંખ મારે કે ચોટી જાય તો મોટું જોખમ છે. તુરંત જ ઇલાજ કરવો જરુરી છે.  

કહેવાય છેકે, સાપ જેટલો જ ઝેરી હોય છે કાનખજૂરો! 

3/10
image

કાન ખજુરો મુખ્યત્વે અંધારામાં વધુ જોવા મળે છે. તે જો એકવાર કાનમાં ઘુંસી જાય તો તેને કાઢવો ખુબ જ અધરો છે. જો કે મોટાભાગે તેવું કરડવું જીવલેણ નથી હોતું પણ ડંખ બાદ યોગ્ય નિદાન-સારવાર કરવી ખુબ જ જરુરી છે. કહેવાય છેકે, તે ઉંદરને ડંખ મારે તો તે ઝેર પ્રસર્યા બાદ ૩૦ સેક્ધડમાં ઉંદર મૃત્યુ પામે છે. માટે હમેશા આપણું આંગણું  ઘર કે પથારી સ્વચ્છ રાખવી અને જયાં ત્યાં કચરો ના કરો તો આ જીવાણું કાન ખજુરાનો ઉપદ્રવ ઓછો ફેલાય છે. નાના-મોટા સૌ કોઈને કાન ખજૂરાથી લાગે છે ડર.  

અલગ અલગ રાજ્યોમાં અલગ નામે ઓળખાય છે કાનખજૂરોઃ

4/10
image

જ્યાં ગંદકી હોય ત્યાં કાન ખજુરો જલ્દી આવે છે. અલગ અલગ રાજ્યોમાં તે જુદા-જુદા નામે ઓળખાય છે. ગુજરાતમાં જેને આપણે કાનખજૂરો કહીએ છીએ અન્ય રાજ્યોમાં તેને અલગ નામે ઓળખવામાં આવે છે. તે વિવિધ રાજયોમાં જુદા જુદા નામે ઓળખાય છે. જેમ કે રાજસ્થાનમા ‘કાંસવા’ પંજાબમાં ‘કાંકોલ’ અમે મહારાષ્ટ્રમાં ‘કંસુઇ’ થી ઓળખાય છે. 

કેવો હોય છે કાનખજૂરો?

5/10
image

કાનખજૂરો વધારે જોઈ શકતો નથી. તેની દ્રષ્ટી નબળી હોય છે. તે મોટો ભાગે જમીનની અંદર ખાડા કરીને રહે છે. તે ઝેરી કીટાણુ ખાય છે. તે પોતે પણ સાપ જેટલો ઝેરી હોય છે. કાનખજુરાને અનેક પગ હોવાથી તેને હજાર પગો પણ કહેવાય છે. કાન ખજુરો લગભગ ૩૦ સે.મી. લાંબો હોય છે. તે વિવિધ પ્રકારના વાતાવરણમાં જોવા મળે છે. તે મોટાભાગે ભૂરા અને લાલ રંગના સંયોજનમાં જોવા મળે છે. દુનિયામાં તેની અલગ અલગ ૩ હજારથી વધુ પ્રજાતિ  જોવા મળે છે. તે મોટાભાગે જમીનો ઉપર તથા કચરા, ગટરોમાં વધુ જોવા મળે છે. મોટા પથ્થરો તથા તૂટેલ મોટા લાકડાની અંદર પણ જોવા મળે છે. તે વસંત ઋતુમાં ઇંડા મુકે છે. અમુક પ્રજાતિના બચ્ચા ને મોટા થતાં ૩ વર્ષ લાગે છે. તેનું સરેરાશ આયુષ્ય ૫ થી ૬ વર્ષ હોય છે. તે પૃથ્વી પર ૪૩૦ મિલિયન વર્ષ પહેલા જોવા મળ્યા હતા. તેના ૧પ પગ જોવા મળે છે.  

કાનખજૂરો વધુ જોઈ નથી સકતોઃ

6/10
image

કહેવાય છેકે, કાનખજૂરાની આંખોની દ્રષ્ટિ નબળી હોય છે. જેને કારણે તે ક્યાં જાય છે તેની તેને પોતાને પણ ભાળ હોતી નથી. એ જ કારણ છેકે, એ ગમે ત્યારે તમારા કાનમાં ઘુસી જાય છે.  તે અંધારા અજવાળાનો ફરક સમજતો નથી તો કેટલીક પ્રજાતિને આંખો હોતી જ નથી. જેને કારણે જમીનની અંદર જ રહે છે. ખાસ તો જમીન અને અંધારામાં રહેતા કાન ખજુરાનો કલર બહું ઘાટો જોવા મળે છે તેને કર્ણકીટ પણ કહેવાય છે.  

કાનખજૂરાના ડંખના લક્ષણોઃ

7/10
image

જો તમને ક્યાંક કાનખજૂરો કરડ્યો હોય ત્યાં દુખાવો થાય છે. કાનખજુરો તમારા શરીરના કોઈપણ ભાગમાં ચોંટે તો તમને ખંજવાળ આવી શકે છે.  કાનખજુરો કરવાને કારણે તમારી ત્વચા લાલ થઈ શકે છે.  બળતરા, પીડા, ઘા અથવા ફોલ્લીઓ થઈ શકે છે. જો તે કાનમાં ઘૂસી જાય તો ગંભીર પીડા, ચેપ વગેરેનું કારણ બની શકે છે.  કાનમાં કાનખજૂરો ઘૂસી જાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. દરેક માટે જીવલેણ સાબિત થઈ શકે છે કાન ખજુરો.  

કેટલો ખતરનાક હોય છે કાનખજુરો?

8/10
image

કાનખજૂરાની કેટલીક પ્રજાતિઓ ઝેરી હોય છે. એવામાં શરીરમાં ઝેર પણ ફેલાઈ શકે છે. આનાથી દુખાવો, નબળાઈ, થાક અને ગંભીર કિસ્સાઓમાં શરીરમાં ઓક્સિજનની પ્રક્રિયા ધીમી થવાને કારણે ખેંચ પણ આવી શકે છે. આવી સ્થિતિમાં, ઝડપથી સારવાર લેવી વધુ સારી રહેશે. કાન ખજુરો જીવલેણ પણ બની શકે છે. તુલસીના પાનને પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીરના તે ભાગ પર લગાવો જ્યાં કાનખજૂરો કરડ્યો હોય. એનાથી બળતરા અને ખંજવાળની ​​શક્યતા ઘટી શકે છે.  

ક્યાં છુપાયેલો હોય છે કાનખજૂરો?

9/10
image

કાનખજુરો સૌથી વધારે બાથરુમની ગટર અને સીંકમાંથી નીકળે છે. ખાસ તો કાનખજૂરો વારંવાર ત્યારે જ નીકળે છે જ્યારે સફાઈનો અભાવ હોય. બાથરૂમનો ઉપયોગ કર્યા પછી તેને સારી રીતે સાફ કરી, કોરું કરી લેવું જોઈએ. બાથરૂમ સાફ હશે તો કાન ખજુરો નીકળશે નહીં. 

કાનખજૂરો ભગાડવાની અન્ય ટિપ્સઃ

10/10
image

1. જો બાથરૂમની ગટરમાંથી વારંવાર કાનખજુરા નીકળતા હોય તો તેના પર જાળી ફીટ કરી દો અને માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ સ્પ્રેનો છંટકાવ થોડા દિવસ સુધી કરો.  2. એક સ્પ્રે બોટલમાં પાણી ભરીને તેમાં રિફાઇન્ડ ઓઈલ મિક્સ કરી બાથરૂમના ખૂણામાં અથવા તો જ્યાં કાનખજુરા વધારે નીકળતા હોય ત્યાં નિયમિત છાંટવાનું રાખો.  3. ચૂનામાં પાણી મિક્સ કરીને જાડી પેસ્ટ તૈયાર કરો. જે તિરાડમાંથી કાનખજૂરા નીકળતા હોય તે તિરાડમાં આ પેસ્ટ લગાડી દો. જો બાથરૂમમાં પણ તિરાડો હોય તો ત્યાં આ પેસ્ટ લગાડી દેશો તો કાનખજૂરા ભાગી જશે.  4. બાથરૂમમાંથી કાનખજૂરા વધારે નીકળતા હોય તો રાત્રે વિનેગર અને ડેટોલ મિક્સ કરીને બાથરૂમમાં છાંટી દો.  5. જો તમે થોડા દિવસ સુધી આ ટિપ્સને ફોલો કરશો તો બાથરૂમમાંથી કે ઘરમાં કોઈપણ જગ્યાએથી કાનખજૂરા નીકળવાનું બંધ કરી દેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)