Improve Eyesight: આહાર અને જીવનશૈલીમાં કરો આ 5 ફેરફારો, વધી જશે આંખોનું તેજ!
આજકાલ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકની આંખ પર ચશ્મા હોય છે. નબળી દૃષ્ટિ એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આની સાથે આંખોની શુષ્કતા, બળતરા, રાત્રે જોવામાં અસમર્થતા વગેરે પણ આંખની ઘણી સમસ્યાઓમાં સામેલ છે.
આપણી ખરાબ ટેવોને કારણે આંખોનું તેજ ઓછું થાય છે. તેનું મુખ્ય કારણ વધતી ઉંમર, ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ આહાર છે.
પરંતુ એક વખત આંખોનું તેજ નબળું પડી જાય તો તેને સુધારવુ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સમાચારમાં અમે તમને કુદરતી રીતે આંખોનુ તેજ વધારવાના ઉપાયો જણાવીશું.
ગાજર
ગાજરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે અને તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ એક ગાજર ખાવાથી આંખના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી પણ આંખો માટે ફાયદાકારક છે. તેમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે આંખોનું તેજ સુધારવામાં મદદ કરે છે.
માછલી
માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઓમેગા-3 ફેટી એસિડ આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને દૃષ્ટિ સુધારે છે.
ઊંઘ
ઊંઘ પણ આંખ સંબંધિત સમસ્યાઓનું કારણ છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે આપણે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
સ્ક્રીન ટાઈમ
લાંબા સમય સુધી સ્ક્રીનને જોવી એ આંખો માટે સારું નથી. તેથી બને તેટલું ઓછી સ્ક્રીન જોવી જોઈએ.
Disclaimer:
Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos