Jupiter Transit: ગુરુ ગ્રહનો ભરણી નક્ષત્રમાં પ્રવેશ, નવેમ્બર સુધી આ 5 રાશિઓ માટે સમય અતિશુભ
Jupiter Transit: જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિની સાથે 27 નક્ષત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તેવી જ રીતે નક્ષત્ર પરિવર્તન પણ થાય છે. દરેક ગ્રહ અલગ અલગ સમયે અલગ અલગ નક્ષત્રમાં ગોચર કરે છે. ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન પણ ખૂબ જ મહત્વનું હોય છે. જેમકે ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થયા બાદ હાલમાં જ ગુરુએ ભરણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ભરણી નક્ષત્રમાં ગુરુ 27 નવેમ્બર 2023 સુધી રહેશે ત્યાર પછી ગુરુ અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે. ભરણી નક્ષત્રમાં ગુરુનું હોવું આ 5 રાશિના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
મેષ રાશિ
ગુરુનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે. આ સમય દરમિયાન કારર્કિદીમાં પ્રગતિ થશે. વેપારીઓને ફાયદો થશે. કોઈ મોટો સોદો ફાઈનલ થઈ શકે છે. આ સમય દરમિયાન પ્રવાસ થશે. પ્રવાસના કારણે નોંધપાત્ર નાણાકીય લાભ થશે. જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે.
મકર રાશિ
મકર રાશિને ગુરુનું નક્ષત્ર પરિવર્તન સકારાત્મક પરિણામ આપશે. આ સમય દરમિયાન માન-સન્માનમાં વધારો થશે. કાર્યસ્થળ પર વખાણ થશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શુભ પરિણામ મળશે. સરકારી નોકરી કરનારાઓને પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓને પ્રભાવિત કરી શકશો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન અદ્ભુત લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન ભાગ્ય સાથ આપશે. જેના કારણે કારર્દિકીમાં પ્રગતિ થવાની સંભાવનાઓ છે. સરકારી નોકરી કરતા લોકો માટે સમય સારો છે. આ દરમિયાન અચાનક પૈસા મળશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને ગુરુના નક્ષત્ર પરિવર્તનથી ઘણો ફાયદો થશે. આ દરમિયાન પ્રગતિની નવી તકો મળશે. નોકરી કરતા લોકોનું પ્રમોશન થઈ શકે છે. જેમની પોતાની કંપની છે તેમના માટે સમય અનુકૂળ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે અને મન પ્રસન્ન રહેશે.
ધન રાશિ
ભરણી નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ ધન રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. આ દરમિયાન શુભ ફળ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. આવકમાં વધારો થશે અને વ્યાપારીઓને પોતાનો વ્યવસાય વધારવાની સારી તકો મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos