Pics : જુનાગઢની ખેડૂત પુત્રીએ કર્યું એવુ કામ કે, PM મોદી જ નહિ, હીરા બાની આંખમાંથી પણ આસું સરી પડશે

જુનાગઢ જિલ્લામાં નાના એવા મોટી ધણેજ ગામમાં રહેતી એક ખેડૂત પુત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજીવન વડાપ્રધાન બને તે માટે અનોખો સંકલ્પ કર્યો છે. પીએમ મોદીના આદર્શો દેશવાસીઓ પોતાના જીવનમાં ઉતારે તે હેતુથી અને તેમના જેવા સપૂતને જન્મ આપનાર માતા હીરાબાને બિરદાવવા માટે છેલ્લા બે વર્ષથી ધાનીબેન એક મંત્ર લખે છે. ‘માતૃશ્રી હીરાબા દામોદરદાસ મોદી’ નામના મંત્રો લખી લખીને તેનો આંકડો આજે 5.55 લાખને વટાવી ગયો છે. 

હનીફ ખોખર/જુનાગઢ :જુનાગઢ જિલ્લામાં નાના એવા મોટી ધણેજ ગામમાં રહેતી એક ખેડૂત પુત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજીવન વડાપ્રધાન બને તે માટે અનોખો સંકલ્પ કર્યો છે. પીએમ મોદીના આદર્શો દેશવાસીઓ પોતાના જીવનમાં ઉતારે તે હેતુથી અને તેમના જેવા સપૂતને જન્મ આપનાર માતા હીરાબાને બિરદાવવા માટે છેલ્લા બે વર્ષથી ધાનીબેન એક મંત્ર લખે છે. ‘માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદી’ નામના મંત્રો લખી લખીને તેનો આંકડો આજે 5.55 લાખને વટાવી ગયો છે. 

1/4
image

સામાન્ય રીતે આપણે ઘરમાં વડીલો હોય, તો તેઓ નિરાંતની પળોમાં એક પુસ્તકમાં કે કાગળમાં મંત્રો લખે છે. તેમની આ ભાવનામાં શ્રદ્ધા જોડાયેલી હોય છે. પરંતુ જો કોઈ નરેન્દ્ર મોદી અને તેમના માતુશ્રી હીરાબાના વાત્સલ્ય પ્રેમને લઈને મંત્ર લખે તો!!! વિચારમાં પડી ગયા ને? પણ મા-દીકરાના અનોખા બંધનથી પ્રભાવિત થઈને જુનાગઢના ધાનીબેને "માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદી"ના જાપ નોટબુકમાં લખવાનું શરૂ કર્યું હતું. ધાનીબેન પરબતભાઈ વરુ નામના આ મહિલા જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના નાના એવા મોટી ધણેજ ગામે પોતાના પરિવાર સાથે રહે છે. જેમણે અત્યાર સુધી 5.55 લાખ વાર "માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદી" મંત્ર ચોપડામાં લખ્યો છે.

2/4
image

ધાનીબેન કહે છે કે, હું એવું ઈચ્છું છું કે મોદી આજીવન આ દેશના વડાપ્રધાન બની રહે. કારણ કે તેમને જે કામ કામો કર્યા છે, તેવા કામ આજ સુધીમાં કોઈએ નથી કર્યા. આમ, આ કારણે ધાનીબેન લોકોને પણ પીએમ મોદીને વોટ આપવાની સલાહ આપે છે. 

3/4
image

ધાનીબેન પરિવાર સાથે જૂનાગઢ જિલ્લામાં નાના એવા મોટી ધણેજ ગામ રહે છે. તેઓ શૈક્ષણિક કાર્યની સાથે ખેતીકામ સાથે પણ જોડાયેલા છે. ધાનીબેન કહે છે, હીરાબા સૌથી મહાન છે. કારણ કે તેમણે મોદી જેવા સપૂતને જન્મ આપ્યો છે અને આજે મોદીજી પાકિસ્તાન અને આતંકવાદ જેવા પ્રશ્નો સામે લડી રહ્યા છે. મોદીજી ફરી એકવાર નહી આજીવન વડાપ્રધાન બનવા જોઈએ તેવી મારી ઈચ્છા છે. એટલે આવા સપૂતને જન્મ આપનાર માતા જ શ્રેષ્ઠ કહેવાય છે, તેમને બિરદાવવા માટે નરેન્દ્ર મોદીની માતાનું નામ તેમણે 5.55 લાખ વાર કાગળ ઉપર લખ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. તેઓ બે વર્ષથી બુકમાં ‘માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદી’ એવો મંત્ર લખી રહ્યા છે. 

4/4
image

ધાનીબેનને જ્યારે પણ ફ્રી સમય મળે ત્યારે તેઓ નોટબુકમાં આ મંત્ર લખવાનું શરૂ કરી દે છે. ઘરે હોય કે બહાર, બસમાં હોય કે ટ્રેનમાં, જ્યારે પણ સમય મળે ત્યારે મંત્ર લખવાનું કામ શરૂ કરે. મંત્રો લખી લખીને તેમનો ચોપડાનો ભાર પણ વધતો જઈ રહ્યો છે. તેઓની ઈચ્છા છે કે, જ્યયારે તેમની મુલાકાત મોદીજી સાથે થશે ત્યારે આ બધા નામ લખેલા પુસ્તક તેમને અર્પણ કરશે.