Janmashtami Ke Upay: જન્માષ્ટમીની રાત્રે અહીં છૂપાવી દેજો મોરપીંછ, વાસ્તુના આ ઉપાયથી ક્યારેય ખાલી નહીં થાય તિજોરી

સોમવારે ગુજરાતમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે ઉજવવામાં આવશે.

કૃષ્ણ જન્મ જયંતિ 2024

1/11
image

ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન કૃષ્ણની પૂજા  કરીને તેમના આશીર્વાદ મેળવવા અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી સોમવાર, 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે.  વૈષ્ણવ સંપ્રદાયના લોકો 27 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવશે.  

કૃષ્ણ જન્મ જયંતિ 2024

2/11
image

જન્માષ્ટમી પણ જીવનની વિવિધ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો દિવસ છે. આ વખતે જન્માષ્ટમીના દિવસે મોરના પીંછાના કેટલાક ઉપાય કરો, જેનાથી તમને ઘણો ફાયદો થશે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ પ્રકારની ખામી હોય તો કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેને તમે જન્માષ્ટમીના દિવસે ઘરે જ કરી શકો છો.

મોર પીંછ (કૃષ્ણ જન્માષ્ટમી)

3/11
image

શ્રી કૃષ્ણને મોરનું પીંછ ખૂબ પ્રિય હોવાથી તેને તમારા ઘરના મંદિરમાં અથવા કાન્હાજીને ચોક્કસ ચઢાવો. તેને ઘરમાં રાખવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બને છે. વિવાદ અને પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે તમારા ઘરમાં મોરનું પીંછ ચોક્કસથી લાવો. ભગવાન કૃષ્ણની પૂજા સાથે મોર પીંછની પણ પૂજા કરો.  

રાહુ-કેતુની નકારાત્મક અસર થશે દૂર

4/11
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ કેતુનો નકારાત્મક પ્રભાવ હોય તો જન્માષ્ટમીના દિવસે બેડરૂમની પશ્ચિમની દિવાલ પર મોરનું પીંછ લગાવો, આ ઉપાય કરવાથી ગ્રહોના દુષ્પ્રભાવથી રાહત મળશે.

પતિ-પત્ની વચ્ચે નહીં થાય ઝઘડા

5/11
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વિવાહિત યુગલ વચ્ચે હંમેશા ઝઘડો થતો રહે છે તો મોરનું પીંછું તમારા માટે ખૂબ મદદરૂપ થશે. આ માટે તમારે માત્ર જન્માષ્ટમીના દિવસે બેડરૂમમાં મોરના પીંછા લઈને પૂર્વ કે ઉત્તરની દિવાલ પર લગાવવાનું છે. આ ઉપાયથી વિવાહિત જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને સંબંધ વધુ મજબૂત બનશે.  

પૈસાની સમસ્યા થશે દૂર

6/11
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે સતત આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, આ દિવસ ઉત્તમ છે. કાન્હા જીની પૂજાની સાથે, તમારે જન્માષ્ટમીના દિવસે મોરના પીંછાની પૂજા કરવી જોઈએ. તેને 21 દિવસ સુધી પૂજા સ્થાન પર રાખો.

મોરના પીંછાને તિજોરીમાં મૂકી દો

7/11
image

21મા દિવસે આ મોરના પીંછાને તિજોરીમાં રાખો. આ ઉપાય અપનાવવાથી તમારા ઘરમાંથી પૈસાની સમસ્યા દૂર થઈ જશે. તમારા ઘરમાં આશીર્વાદ રહેશે. તેનાથી સંપત્તિના નવા રસ્તા ખુલશે.

ખરાબ સપના

8/11
image

તમને રાતે ખરાબ સપના આવતા હોય તો જન્માષ્ટમીના દિવસે સૂતા પહેલા ઓશિકા નીચે એક મોરપંખ મૂકી દો.  તેનાથી ખરાબ સપના આવવાના બંધ થઈ જશે. અને સારા સ્વાસ્થ્ય માટે દક્ષિણ પૂર્વ દિશામાં મોરપંખને રાખો. 

ઘરમાં નકારાત્મક ઊર્જા

9/11
image

જો ઘરમાં ઘણી બધી સમસ્યાઓ હોય તો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાની સાથે સાથે મોરના પીંછાની પૂજા કરો અને પછી પૂર્વ દિશાની દીવાલ પર મોર પીંછા લગાવો. આ ઉપાય ખૂબ જ ફાયદાકારક રહેશે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે.   

શનિનો ક્રોધ થશે શાંત

10/11
image

ભગવાન શનિ દેવના ક્રોધને શાંત કરવા માટે ત્રણ મોર પીંછા લો. આ પીંછાઓને કાળા દોરાથી બાંધી દો. પીંછા પર સોપારી ચઢાવો અને ગંગાજળનો છંટકાવ કરો. ત્યારબાદ 21 વાર શનિ મંત્રનો જાપ કરો, તમારી કુંડળીમાં શનિનો પ્રકોપ ઓછો થશે.

Disclaimer:

11/11
image

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી/સામગ્રી/ગણતરીઓની અધિકૃતતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી માહિતીના વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગ/ઉપદેશ/ધાર્મિક માન્યતાઓ/શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. આ ઉપરાંત, કોઈપણ રીતે તેના ઉપયોગની જવાબદારી વપરાશકર્તા અથવા વાચકની પોતે રહેશે. ZEE 24 kalak આની જવાબદારી લેશે નહીં.