સુનિતા વિલિયમ્સ મોટી મુશ્કેલીમાં, શરીર સાથે મગજને પણ જોખમ! આ 5 પડકારો સામે ઝઝૂમી રહ્યા છે

એસ્ટ્રોનટ સુનિતા વીલિયમ્સે અંતરિક્ષમાં ફેબ્રુઆરી 2025 સુધી રોકાવવું પડી શકે છે. NASA એ ગત અઠવાડિયે એક અપડેટમાં આ આશંકા વ્યક્ત કરી. વિલિયમ્સ અને તેમની સાથે બુચ વિલ્મોરને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. બંને એસ્ટ્રોનટ્સ ફક્ત આઠ દિવસના મિશન પર ગયા હતા પરંતુ બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી આવતા તેઓ ફસાઈ ગયા. મિશન લાંબુ ખેંચાતા બંનેના સ્વાસ્થ્ય માટે જોખમ પેદા થયું છે. અંતરિક્ષની દુર્ગમ પરિસ્થિતિઓ બંને એસ્ટ્રોનટ્સને શારીરિક અને માનસિક રીતે બીમાર કરી શકે છે. અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર કયા કયા જોખમોનો સામનો કરી રહ્યા છે તે ખાસ જાણો. 
 

રેડિએશનથી કેન્સરનું જોખમ

1/5
image

લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા એસ્ટ્રોનટ્સને સૌથી મોટું જોખમ રેડિએશનનું હોય છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી લગભગ 400 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે. અહીં રેહતા એસ્ટ્રોનટ્સે ધરતીની સરખામણીમાં વધુ રેડિએશનનો સામનો કરવો પડે છે. ધરતી પર રહેલું વાયુમંડળ આપણને આ રેડિએશનથી બચાવી લે છે પરંતુ ISS પર આવું કોઈ કવર નથી. 

નાસા ભલે એસ્ટ્રોનટ્સના રેડિએશન લેવલને વચ્ચે વચ્ચે ચેક કરે પરંતુ લાંબા સમય સુધી સ્પેસમાં રહેવાથી જોખમ તો છે જ. રિપોર્ટ્સ મુજબ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 150થી લઈને 6000 ચેસ્ટ એક્સરે જેટલા રેડિએશનનો સામનો કરવો પડી શકે છે. આટલા ભારે પ્રમાણમાં રેડિએશનથી કેન્સર અને અન્ય ઘાતક બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે. 

મેન્ટલ હેલ્થને જોખમ

2/5
image

અંતરિક્ષ મિશનો માટે મનવૈજ્ઞાનિક પડકારો પણ ઓછા નથી હોતા. સુનિતા વિલિયમ્સનું મિશન ફક્ત આઠ દિવસનું હતું. પરંતુ હવે તેને ISS પર બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ફેબ્રુઆરી 2025ની તારીખનો અર્થ એટલે કે કદાચ આઠ દિવસની જગ્યાએ હવે તેમણે નવ મહિના સુધી અંતરિક્ષમાં રહેવું પડી શકે છે. એસ્ટ્રોનટ્સે અંતરિક્ષમાં એકલાપણું, બંધ જગ્યા, અને ધરતીથી દૂર રહેવાના માનસિક પડકારો સામે ઝઝૂમવું પડે છે. 

શરીર પર ઝીરો ગ્રેવીટીની અસર

3/5
image

એસ્ટ્રોનટ્સે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ સામે પણ ઝઝૂમવું પડે છે. ધરતી પર ગુરુત્વાકર્ષણ નિયમિત શારીરિક ગતિવિધિઓ દ્વારા હાડકાના ધનત્વ અને સ્નાયુઓના દ્રવ્યમાનને જાળવી રાખવા માટે મદદ કરે છે. જો કે અંતરિક્ષના સુક્ષ્મ ગુરુત્વાકર્ષણ વાતાવરણમાં કુદરતી રીતે કસરત થઈ શકતી નથી. જેના કારણે હાડકાના ઘનત્વ અને માંસપેશીઓમાં કમી આવે છે. 

રિસર્ચ જણાવે છેકે એસ્ટ્રોનટ્સ અંતરિક્ષમાં દર મહિને પોતાના હાડકાના ઘનત્વનું 1.5% સુધી ગુમાવી શકે છે. આ નુકસાન ફ્રેક્ચરના જોખમને વધારે છે તથા ઓવરઓલ ફિટનેસને પણ પ્રભાવિત કરે છે. લાંબા સમય સુધી સુક્ષ્મ ગુરુત્વાકર્ષણના સંપર્કમાં રહેવાથી મોટર કંટ્રોલ, ભાષણ અને ગંધ, સ્વાદ તથા સંતુલન સહિત અનેક ઈન્દ્રીયો પ્રભાવિત થઈ શકે છે.   

નાસાનું અપડેટ

4/5
image

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઈંગના જે સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં સવાર થઈને અંતરિક્ષમાં ગયા હતા તેમાં હીલિયમ લીકની મુશ્કેલી આવી. ISS સાથે ડોક્ડ થયા બાદ સ્ટારલાઈનમાં વધુ ટેક્નિકલ મુશ્કેલીઓ આવવા લાગી હતી. નિર્ધારિત કાર્યક્રમ મુજબ બંને એસ્ટ્રોનટ્સે અઠવાડિયામાં પૃથ્વી પર પાછા ફરવાનું હતું પરંતુ ગડબડીઓ હજુ ઠીક થઈ શકી નથી. નાસા અને બોઈંગ બંનેનું કહેવું છે કે તેઓ સ્ટારલાઈનરના જલદી ઠીક થવાની આશા વ્યક્ત કરે છે. 

જો આમ ન થયું તો બંને એસ્ટ્રોનટ્સે બીજા સ્પેસક્રાફ્ટ સાથે ધરતી પર પાછા ફરવા માટે ફેબ્રુઆરી 2025ની રાહ જોવી પડશે. આ બીજુ સ્પેસક્રાફ્ટ SpaceX છે જે સપ્ટેમ્બરમાં ચાર એસ્ટ્રોનટ્સને ISS સુધી લઈ જવાનું છે . જો કે જો વિલિયમ્સ અને વિલ્મોરે પણ પાછા ફરવાનું હોય તો સ્પેસએક્સનું યાન સપ્ટેમ્બરમાં ફક્ત બે અંતરિક્ષયાત્રીઓને લઈને જશે. 

પહેલા આવું થયું છે?

5/5
image

એસ્ટ્રોનટ્સ અંતરિક્ષમાં 9-10 મહિના કાઢે એ ખુબ મુશ્કેલ છે પરંતુ આવું પહેલા અનેકવાર થઈ ચૂક્યુ છે. કેટલાક એસ્ટ્રોનટ્સ આનાથી વધુ સમય સુધી અંતરિક્ષમાં રહ્યા છે. અંતરિક્ષમાં સૌથી વધુ સમય સુધી રહેવાનો રેકોર્ડ રશિયન કોસ્મોનોટ વેલેરી પોલ્યાકોવના નામે છે. જેમણે જાન્યુઆરી 1994થી માર્ચ 1995 વચ્ચે Mir અંતરિક્ષ સ્ટેશન પર 438 દિવસ વિતાવ્યા હતા. રશિયાનું Mir સ્ટેશન, ISS ની પણ પહેલા તૈયાર થયેલું છે. તે 1986થી 2001 વચ્ચે ચાલુ હતું. હાલમાં જ અમેરિકી અંતરિક્ષ યાત્રી  ફ્રેંક રૂબિયોએ સપ્ટેમ્બર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ISS માં 371 દિવસ પૂરા કર્યા હતા. અનેક અન્ય અંતરિક્ષ યાત્રીઓ જેમાં મહિલાઓ પણ સામેલ છે તેમણે અંતરિક્ષમાં 300થી વધુ દિવસ વિતાવ્યા છે.