એએએ...કાપ્યો : સુરતમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ધૂમ, જુઓ PICS

સુરત શહેરની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ નું આયોજન કરાયું હતું. આમાં મોટી સખ્યામાં દેશના પતંગબાજોએ ભાગ લીધો હતો. હવા સારી હોવાથી વિદેશી પતંગબાજોને પતંગ ચગાવવાની મજા આવી હતી

1/6
image

યુક્રેઇન થી ગુજરાત પ્રથમ વાર પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવેલા પતંગબાજો સુરતમાં પતંગ ઉત્સવ જોઈ અતિ ઉત્સાહિત થઇ ગયા હતા. સારી હવા અને અવનવી પતંગોને જોઈએ યુક્રેનના આ પતંગબાજો પોતાના પતંગથી લોકોને મનોરંજન કરવામાં પાછળ રહ્યાં નહીં સાથે લોકોને ઉતરાયણની શુભકામનાઓ પણ તેઓએ આપી હતી.

2/6
image

સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું. જેમાં મેયર, મનપા ના ડેપ્યુટી કમિશનર, સાંસદ સહિત ના પદાધિકારીઓ હાજર હતા. આ ફેસ્ટિવલમાં 16 દેશોના 39, ગુજરાતના 52 અને સમગ્ર ભારતમાંથી 39 પતંગબાજોએ ભાગ લીધો.

3/6

4/6
image

તમામ દેશોના ધ્વજનું પતંગ, ડ્રેઓગન પતંગ, મારીઓ, ડોલ્ફીન, ઓક્ટોપ્સના વિશાળકાય પતંગો આકર્ષણના કેન્દ્ર રહ્યા હતા. 

5/6
image

આ તમામ પતંગબાજોએ પોતાના અવનવા કરતબો દર્શાવી સુરતીઓનું મનોરંજન કર્યું. 

6/6
image

વિદેશી પતંગબાજો આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી પરિચીત થાય તેમજ તેમનું ભવ્ય સ્વાગત ભારતીય આતિથ્ય ભાવનાની પરંપરાથી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.