ક્યાંક તમે પણ નથી ને Insomnia ના શિકાર? જલ્દી થઈ શકે છે મોત, સ્ટડીમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લીઃ મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે રોજ 6થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ. આવુ ના કરવાથી શરીરમાં અનેક પ્રકારની બિમારીઓ આવી શકે છે. જે પછી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
અનિદ્રાથી પીડિતા લોકો પર સ્ટડી
એટીજેડ ન્યૂઝ અનુસાર ઉંઘ પર એક ચોંકાવનારી સ્ટડી સામે આવી છે. જર્નલ ઓફ સ્લીપ રિસર્ચમાં પ્રકાશિત સ્ટડીના વિશ્લેષણ નેશનલ હેલ્થ એન્ડ એજિંગ ટ્રેન્ડ સ્ટડીએ કર્યો છે. આ સ્ટડી માટે 2011થી 2018 વચ્ચેના ડેટાની તપાસ કરવામાં આવી. સ્ટડીથી જાણવા મળ્યું કે અનિદ્રાથી પરેશાન લોકોની આ તકલીફ રોજેરોજની હોય છે.
વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!
ઉંઘ ના આવવાથી થઈ શકે છે મૃત્યુ
હાર્વડ મેડિકલ સ્કૂલમાં મેડિસિન ઈન્ટ્રક્ટર રેબેકા રૉબિન્સન અનુસાર આ સ્ટડીથી એ જાણવા મળ્યું છે કે એક રાતની ઉંઘ જીવન માટે કેટલી જરૂરી છે. સારી ઉંઘના કારણે ના માત્રા આપણા ન્યૂરોલૉજિકલ સિસ્ટમને ફાયદો થાય છે પરંતુ મૃત્યુના જોખમને ઘટાડે છે. રાત્રે અનિદ્રાથી પરેશાન લોકોમાં ડેમેંશિયા નામની બિમારી વધવાનો ખતરો રહે છે. આવા લોકોનું જલ્દી મૃત્યુ થાય છે.
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
અમેરિકામાં 7 કરોડ લોકો પ્રભાવિત
રિપોર્ટ અનુસાર અમેરિકામાં લગભગ 7 કરોડ લોકો સ્લિપ ડિસઑર્ડર, સ્લિપ એપનિયા, ઈન્સોમન્યિા અને રેસ્ટલેસ લેગ સિંડ્રોમ જેવી બિમારીઓથી પીડાઈ રહ્યાં છે. એક્સપર્ટ્સ આને પબ્લિક હેલ્થ પ્રૉબ્લેમ કહે છે. તેમનું કહેવું છે કે ઉંઘના હેરાન લોકોની પરેશાની ડાયબિટીઝ, સ્ટ્રોક, કાર્ડિયોવાસ્ક્યૂલર ડિસીઝ અને ડેમેંશિયા પણ છે.
રોજની 7-10 કલાકની ઉંઘ જરૂરી
'વર્લ્ડ સ્લિપ સોસાયટી' અનુસાર અનિદ્રા દુનિયાની 45 ટકા આબાદીના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે. લોકોએ 7થી 10 કલાકની ઉંગ પર્યાપ્ત છે.પરંતુ અમેરિકા સહિત મોટાભાગના દેશના લોકો ઉંઘની આ પેટર્નને ફોલો નથી કરી રહ્યાં.
ડેમેંશિયાથી લોકો પરેશાન
સ્ટડીમાં સામે આવ્યું છે કે અનિદ્રાથી પરેશાન 44 ટકા લોકોમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. જ્યારે રાત્રે આ તકલીફવાળા 56 ટકા લોકોની મૃત્યુની શક્યતા 56 ટકા છે. અનિદ્રાથી પીડિતા 49 ટકા લોકોમાં ડેમેંશિયાનો ખતરો વધી જાય છે.
Trending Photos