Photos : દેશના સૌથી લાંબા વ્યક્તિની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ

ભારતના સૌથી લાંબા વ્યક્તિની સફળ હિપ રીપ્લેસમેન્ટ સર્જરી કે.ડી. હોસ્પિટલના તબીબોએ કરી. રાજ્યમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ એક પછી એક વધી રહી છે, ત્યારે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી કે.ડી. હોસ્પિટલે વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં ભારતના સૌથી લાંબા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રતાપસિંઘની સર્જરી કરાઈ છે. ધર્મેન્દ્ર સિંગની ઊંચાઇ 8 ફૂટ 1 ઇંચ છે, તેઓ 6 વર્ષથી થાપાના સાંધાના દુખાવાથી પરેશાન હતા. તેમને ચાલવામાં તેમજ અન્ય ગતિવિધિમાં તકલીફ પડી રહી હતી. જેના કારણે તેમને પોતાની પીઠમાં પણ અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો. ભારતના આ સૌથી લાંબા વ્યક્તિને ચાલવા માટે પણ ટેકો લેવો પડતો હતો. વાંસની લાકડીના સહારે તેઓ ચાલતા હતા. ત્યારે કેડી હોસ્પિટલના તબીબોએ તેમની સફળ સર્જરી કરી છે. સિનિયર સર્જન ડો. અતીત શર્મા, ડો. અમીર સંઘવી, ડો. હેમાંગ અંબાણી , ડો. ચિરાગ પટેલે આ સર્જરી પાર પાડી હતી. ધર્મેન્દ્ર પ્રતાપસિંઘ હવે સામાન્ય ટેકા સાથે અને પીડા વિના ચાલવામાં સક્ષમ થયા છે. 

બ્રિજેશ દોશી/અમદાવાદ :ભારતના સૌથી લાંબા વ્યક્તિની સફળ હિપ રીપ્લેસમેન્ટ સર્જરી કે.ડી. હોસ્પિટલના તબીબોએ કરી. રાજ્યમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ એક પછી એક વધી રહી છે, ત્યારે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી કે.ડી. હોસ્પિટલે વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં ભારતના સૌથી લાંબા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રતાપસિંઘની સર્જરી કરાઈ છે. ધર્મેન્દ્ર સિંગની ઊંચાઇ 8 ફૂટ 1 ઇંચ છે, તેઓ 6 વર્ષથી થાપાના સાંધાના દુખાવાથી પરેશાન હતા. તેમને ચાલવામાં તેમજ અન્ય ગતિવિધિમાં તકલીફ પડી રહી હતી. જેના કારણે તેમને પોતાની પીઠમાં પણ અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો. ભારતના આ સૌથી લાંબા વ્યક્તિને ચાલવા માટે પણ ટેકો લેવો પડતો હતો. વાંસની લાકડીના સહારે તેઓ ચાલતા હતા. ત્યારે કેડી હોસ્પિટલના તબીબોએ તેમની સફળ સર્જરી કરી છે. સિનિયર સર્જન ડો. અતીત શર્મા, ડો. અમીર સંઘવી, ડો. હેમાંગ અંબાણી , ડો. ચિરાગ પટેલે આ સર્જરી પાર પાડી હતી. ધર્મેન્દ્ર પ્રતાપસિંઘ હવે સામાન્ય ટેકા સાથે અને પીડા વિના ચાલવામાં સક્ષમ થયા છે. 

1/2
image

સીનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડો. અતીત શર્માએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર સિંઘની તમામ તકલીફો દૂર કરી દેવાઈ છે. આખરે તેમનું ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટર્સે જણાવ્યું કે, તેમનું કદ લાંબુ હોવાને કારણે ઓપરેશન ટેબલ તથા બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે ઓપરેશન બાદ દેશની સૌથી લાંબી વ્યક્તિ એકવાર ફરીથી પોતાના પગ પર ઉભા રહી શકશે. હોસ્પિટલ દ્વારા તેમનું ઓપરેશન એકદમ ફ્રી કરવામાં આવ્યું છે. 

ધર્મેન્દ્ર સિંઘે લખનઉની અનેક હોસ્પિટલના ચક્કર કાપ્યા, પરંતુ તેમની સારવાર ન થઈ શકી. તેઓ ઓછા ખર્ચમાં પોતાની સારવાર કરાવવા માંગતા હતા. આ વચ્ચે અમદાવાદની કેડી હોસ્પિટલમાં સંપર્ક કરતા તેમનું ઓપેરશન કરવામાં આવ્યું છે. 

2/2
image

ડેકી હોસ્પિટલના તબીબે જણાવ્યું કે, રુટિન હિપ રિપ્લેસમેન્ટ જલ્દી થઈ જાય છે. પણ ધર્મેન્દ્ર સિંઘના ઓપરેશનનું પ્લાનિંગ કરવાથી લઈને ઈમ્પ્લાન્ટની બધી વસ્તુઓ એરેન્જ કરતા થોડી વાર લાગી. ચેન્નાઈથી સામાન મંગાવવો પડ્યો. ધર્મેન્દ્રસિંહના ઘરમાં 8 સભ્યો છે. જે તમામની હાઈટ વધુ છે. તેમના પિતાની 6 ફૂટ, તેમના નાનાની ઊંચાઈ 7.6 ફૂટ હતી. ધર્મેન્દ્રસિંહને ચંપલ 20 નંબરના જોઈએ છે. તેમના કપડા માટે 10 મીટર કાપડની જરૂરિયાત પડતી હોય છે. તેમનો માસિક ખર્ચ જ 30-35 હજાર થઇ જાય છે.