IND VS ENG: 2 દિવસમાં ટેસ્ટ મેચ પૂર્ણ થઈ જતા Twitter પર આવ્યું Memesનું પૂર

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ 2 જ દિવસમાં પૂર્ણ થઈ જતા સોશિયલ મીડિયામાં બની રહ્યા છે મીમ્સ. જેમાં મુન્નાભાઈ અને સર્કીટનો એક ફોટો શેર કરીને ફોટો પર લખલામાં આવ્યું છે કે ભાઈ એ તો શુરૂ હોતે હી ખતમ હો ગયા. આના જેવા ગણા Memes બન્યા છે.

અમદાવાદમાં મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્પીનર્સ રવિન્દ્રચંદ્રન, અશ્વિન અને અક્ષર પટેલે ઈંગ્લેન્ડની ટીમને બાજીના પત્તાની જેમ પાડી દીધી. માત્ર 2 દિવસમાં ટેસ્ટ મેચને 10 વિકેટથી પોતાના નામે કરી દીધી. આ જીત બાદ ક્રિકેટ ચાહકો જોરદાર Memes બનાવી રહ્યા છે.

2 દિવસમાં પૂર્ણ થઈ ત્રીજી મેચ

1/10
image

અમદાવાદમાં રમાઈ ગયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવીને ટેસ્ટ સિરિઝ 2-1થી જીતી લીધી છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ જીતી લીધી.

અક્ષર અને અશ્વિનની ધમાલ

2/10
image

વિરાટ કોહલીએ ના માત્ર ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે જીત અપાવી પરંતુ કેપ્ટન તરીકેનો નવો રેકોર્ડ પણ બનાવી દીધો છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ભારતીયની જમીન પર રમાનીરી સૈથી વધારે ટેસ્ટ જીતી લીધી છે.

ભારતીય સ્પીનર્સે લીધી કુલ 18 વિકેટ

3/10
image

આ મેચમાં અક્ષર પટેલે કુલ 11 વિકેટ લીધી જે આ મેચનો સૈથી મોટો ટર્નીગ પોઈન્ટ સાબિત થયો. તો આ તરફ અશ્વિને  પણ શાનદાર બોલીંગ કરી 7 વિકેટ લીધી.

અગાઉ પણ શરૂ થતા જ પૂર્ણ થઈ ગઈ હતી મેચ

4/10
image

આ પહેલા જૂન 2018માં અફગાનિસ્તાન સામે ભારતે ટેસ્ટ મેચના બીજા જ દિવસે પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી હતી.આ મેચ બેંગલુરૂમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.

ઈંગ્લેન્ડના બેટ્સમેનોના થયા ધજાગરા

5/10
image

ભારતે જીત માટે એક પણ વિકેટ આપ્યા વગર 49 રન બનાવવાના હતા જે 7.4 ઓવરમાં બનાવી લીધા. રોહિત શર્માએ 25 બોલમાં ત્રોણ ચોકા અને એક છક્કા માર્યા. શુભમન ગિલે 21 બોલમાં એક ચોકો અને એક છક્કો મારી 15 રન બનાવ્યા હતા.

ઝડપી બોલરોને ખાલી બેસવું પડ્યું

6/10
image

ટીમ ઈન્ડિયાના સ્પિનર અક્ષર પટેલ અમદાવાદમાં રમી ગયા.ડે-નાઈટ ટેસ્ટમાં ઈગ્લેન્ડના બેટ્સમેનો પર ભારે પડ્યા સ્પિનર અક્ષર પટેલ. મેચમાં કુલ 11 વિકેટ પોતાના નામે કરી. આ મેચની પહેલી ઈનિંગમાં અક્ષર પટેલે 6 વિકેટ જ્યારે બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી.

ઈશાંત અને બુમરાહે કુલ 11 ઓવર નાખી

7/10
image

ઈંગ્લેન્ડના સામેની અમદાવાદમાં રમાયેલી ડે નાઈટ ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કુલ 7 વિકેટ પોતાના નામે કરી. ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૈથી ઝડપી 400 વિકેટ લેવાવાળા દુનિયાના બીજા નંબરના બોલર બની ગયા છે. રવિચંદ્રન અશ્વિને 77 ટેસ્ટ મેચમાં આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ટક્યા નહીં ઈંગ્લેન્ડના બોલરો

8/10
image

રોહિત શર્માએ પહેલી ઈનિંગમાં 66 રન બનાવ્યા હતા. જે ટીમ ઈન્ડિયા માટે ખૂબ ફાયદાકારક સાબીત થયા. રોહિત શર્મા આટલા રનના બનાવતા તો ભારતને 33 રનોનો ફાયદો થાત નહીં. રોહિત શર્માની બેટીંગના કારણે જ બન્ને ટીમોના રનમાં તફાવત રહ્યો.

મેદાનમાં આવતાની સાથે જ પેવેલિયન ભેગા થઈ ગયા ઈંગ્લેન્ડના બેટ્સમેન

9/10
image

આખી મેચ દરમિયાન કુલ 30 વિકેટ ગઈ જેમાંથી 28 વિકેટ સ્પિનરોના ખાતામાં ગઈ. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં ભારત તરફથી ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે મળીને કુલ 11 ઓવર નાખી. એવામાં  ઝડપી બોલીંગ કરનારા બોલરોને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ મીમ્સ બન્યા. 

બુમરાહ અને ઈશાંતને ના મળ્યો બોલીંગનો મોકો

10/10
image

ઈંગ્લેન્ડની ટીમ બન્ને ઈનિંગમાં 112 અને 81 રનમાં આઉટ થઈ ગઈ. ભારતે 10 વિકેટથી મેચ જીતી. ટીમ ઈન્ડિયાની આ જીત પછી પીચ પર સવાલ ઉઠવા લાગ્યા તો બીજી  તરફ પૂર્વ ખિલાડીઓએ પીચની ટીકા કરી.