ind vs aus: ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસ્વીરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 6 ડિસેમ્બરે થવાનો છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ એક ફોટોશૂટ કરાવ્યો છે. 

વિરાટ કોહલી

1/6
image

કેપ્ટન વિરાટ કોહલીએ બેટની સાથે ફોટોશૂટ કરાવ્યો છે. આ તસ્વીર બીસીસીઆઈના ટ્વીટર પર શેર કરવામાં આવી છે. (ફોટોઃ બીસીસીઆઈ)

રવીન્દ્ર જાડેજા

2/6
image

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં છે અને આશા છે કે તેને અંતિમ ઇલેવનમાં સ્થાન મળશે.   

રોહિત શર્મા

3/6
image

રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં છે. રોહિત વનડે અને ટી20માં વાઇસ કેપ્ટન છે. પરંતુ ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન હજુ નક્કી થઈ શક્યું નથી. આ સિરીઝમાં તે શાનદાર પ્રદર્શન કરીને પોતાનું સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરશે. (ફોટોઃ બીસીસીઆઈ)

ભુવનેશ્વર કુમાર

4/6
image

ભુવનેશ્વર કુમાર અને બુમરાહની સાથે ઈશાંત શર્મા ફાસ્ટ બોલિંગ આક્રમણની કમાન સંભાળતો જોવા મળી શકે છે.  (ફોટોઃ બીસીસીઆઈ)

કેએલ રાહુલ

5/6
image

પૃથ્વી શો ઈજાગ્રસ્ત થતા કેએલ રાહુલ મુરલી વિજય સાથે ઓપનિંગ કરશે. છેલ્લા કેટલાક સમયથી ખારબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા રાહુલ પાસે ભરાતીય ટીમને મોટી ઈનિંગની આશા છે. (ફોટોઃ બીસીસીઆઈ)

આર. અશ્વિન

6/6
image

ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં એક સ્પિનર સાથે મેદાનમાં ઉતરશે તો અનુભવને જોતા અશ્વિનને અંતિમ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. (ફોટોઃ બીસીસીઆઈ)