ITR Rules: IT રિટર્ન ભરતા પહેલા આ 7 નિયમ ફટાફટ જાણી લો, નહીં તો રિફંડ માટે રઝળપાટ કરવી પડશે
ITR Rules Change: ફાઈનાન્શિયલ યર 2024ના આઈટીઆર રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે દર વર્ષે આઈટીઆર ફાઈલ કરતા હોવ તો તમને ટેક્સ સંલગ્ન ફેરફારો અંગે માહિતી હોવી જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સીબીડીટી તરફથી ટેક્સ સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર થયા છે. જો તમે આઈટીઆર ફાઈલ કરતા હોવ તો તમારે આ નિયમો અંગે જાણવું જરૂરી છે. નહીં તો ટેક્સ રિફંડ અટકી શકે છે.
સરકાર તરફથી વર્ષ 2024માં ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ઝીરો કરવામાં આવ્યો છે. હવે તમે ન્યૂ અને ઓલ્ડ ટેક્સ રિજીમ હેઠળ તમારું આઈટીઆર ફાઈલ કરી શકો છો. ન્યૂ ટેક્સ રિજીમ બાય ડિફોલ્ટ છે અને ઓલ્ડ ટેક્સ રિજીમ ઓપ્શનલ છે.
તમે કોઈ પણ છૂટ કે કાપ વગર દાવા રજૂ કરતા હોવ તો તમારે ન્યૂ ટેક્સ રિજીમ સિલેક્ટ કરવાનું હોય છે. પરંતુ જો તમે ઓલ્ડ ટેક્સ રિજીમની પસંદગી કરો તો તેના હેઠળ અલગ અલગ ટેક્સ કાપ અને છૂટ માટે ક્લેમ કરી શકો છો. New Tax Regime હેઠળ દાવો કરવો સરળ હોય છે.
પગારદાર વર્ગ માટે 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન શરૂ કરાયું છે. આ સ્ટાન્ડર્ડ ડિડક્શન પેન્શનર્સ માટે છે. પગારદારો માટે આ મોટી રાહત છે. પગારદાર વર્ગ માટે ટેક્સેબલ ઈન્કમને ઓછી કરવા માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ 50,000 રૂપિયાના કાપનો દાવો કરવામાં આવે છે જેનાથી ટેક્સમાં ફાયદો થાય છે.
સેક્શન 80સીની મર્યાદાને વધારીને દોઢ લાખ કરવામાં આવી છે. પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ, એલઆઈસી, એનએસસી અને લાઈફ ઈન્શ્યુરન્સ પ્રીમિયમમાં રોકાણ કરીને તમે 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ મેળવી શકો છો. આ ઉપરાંત 80D હેઠળ તમે તમારા પરિવાર અને સીનિયર સિટીઝન માતા પિતા માટે લેવાયેલા હેલ્થ ઈન્શ્યુરન્સ પર ટેક્સ ડિડક્શનનો દાવો કરી શકો છો. બંનેનું પ્રીમિયર મળીને વધુમાં વધુ 75000 રૂપિયા છે. 80C માં તમે હોમ લોનની પ્રીન્સિપલ એમાઉન્ટ અને બાળકોની એજ્યુકેશન ફી પણ ક્લેમ કરી શકો છો.
જો તમે ઘર ખરીદ્યુ હોય અને તેના માટે હોમ લોન લીધી હોય તો તમને તેના વ્યાજ પર 80EEA હેઠળ છૂટ મળે છે. હોમ લોનના વ્યાજ પર બે લાખ રૂપિયા સુધીની વધારાના કાપને પ્રોત્સાહન આપવાનો છે. આ છૂટનો હેતુ ટેક્સપેયર્સને રાહત આપવાનો અને અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવાનો છે.
આઈટીઆર ફોર્મમાં વધુમાં વધુ ખુલાસાને સામેલ કરવાના હેતુથી સંશોધન કરાયા છે. ખાસ કરીને વિદેશી સંપત્તિઓ અને આવક તથા મોટી લેવડદેવડ અંગે ખુલાસા કરવાના નિયમમાં ફેરફાર કરાયો છે. વિદેશી રોકાણ કે મહત્વપૂર્ણ નાણાકીય ગતિવિધિવાળા ટેક્સપેયર્સને કોઈ પણ પ્રકારની પેનલ્ટીથી બચવા માટે ડિટેલ્ડ જાણકારી આપવાની જરૂરી છે.
75 વર્ષ કે તેનાથી વધુ ઉંમરવાળા સીનિયર સિટીઝન, જેમની આવકનો સ્ત્રોત ફક્ત પેન્શન અને વ્યાજ છે. તેમણે આઈટીઆર ફાઈલ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ તેના માટે જરૂરી છે કે બેંક તેમના જરૂરી ટેક્સ પેન્શનથી અને વ્યાજના પૈસાથી ટીડીએસ કાપે.
Trending Photos