Imran Khan ના આ બોલીવુડ હસીનાઓ સાથે હતા લફરા!, કોઈની પણ સાથે પ્રેમસંબંધ ટક્યો નહીં

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને હાલના પીએમ ઈમરાન ખાને ક્રિકેટના મેદાન ઉપર તો ખુબ વાહવાહ મેળવી હતી. તેઓ જ્યારે મેદાન પર ઉતરતા હતા ત્યારે લાખો યુવતીઓના હ્રદયના ધબકારા વધી જતા હતા.

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને હાલના પીએમ ઈમરાન ખાને ક્રિકેટના મેદાન ઉપર તો ખુબ વાહવાહ મેળવી હતી. તેઓ જ્યારે મેદાન પર ઉતરતા હતા ત્યારે લાખો યુવતીઓના હ્રદયના ધબકારા વધી જતા હતા. આ એ સમય હતો કે જ્યારે ઈમરાન ખાનને જોઈને યુવતીઓ પાગલ થઈ જતી હતી, સિસકારા કાઢતી હતી અને તે સમયે યુવતીઓની દીવાનગી જોવા લાયક હતી. 

શબાના આઝમી સાથે જોડાયું હતું નામ

1/5
image

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનનું નામ બોલીવુડ અભિનેત્રી શબાના આઝમી સાથે પણ જોડાયું હતું. આ બંનેની નીકટતાના સમાચાર છાશવારે સાંભળવા મળતા હતા. 

રેખા સાથે જોવા મળ્યા હતા ઈમરાન ખાન!

2/5
image

રેખા એક જમાનાની જાણીતી બોલીવુડ અભિનેત્રી રહી ચૂકી છે. સદાબહાર રેખા સાથે ઈમરાન ખાને મુંબઈમાં થોડા વર્ષો પહેલા સમય પસાર કર્યો હતો. તે સમયે તે અને રેખા અનેક જગ્યાએ એક સાથે જોવા મળ્યા હતા. 

બંગાળી અભિનેત્રી પર આવ્યું દિલ

3/5
image

ઈમરાન ખાન અને મુનમુન સેનના કિસ્સા પણ ખુબ ચર્ચાયા હતા. કહેવાતું હતું કે ઈમરાન ખાનને એ બંગાળી અભિનેત્રી ખુબ ગમતી હતી. 

ઝીન્નત અમાન સાથે ઉજવ્યો બર્થડે?

4/5
image

ઈમરાન ખાનના કરોડો દીવાનાઓમાં એક નામ બોલીવુડની હોટ અભિનેત્રી ઝીન્નત અમાનનું પણ હતું. વર્ષ 1979ના નવેમ્બર મહિનામાં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. તે સમયે ઈમરાન ખાનના નામની આગળ પહેલીવાર બ્લેબોય શબ્દનો ઉપયોગ કરાયો હતો. તે વર્ષે ઈમરાન ખાને પોતાનો 27મો જન્મદિવસ ટીમના સાથીઓ સાથે બેંગ્લુરુના ક્રિકેટ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં ઉજવ્યો હતો. પરંતુ કેટલાક ભારતીય અખબારોએ એવો દાવો કર્યો હતો કે ઈમરાને પોતાનો 27મો જન્મદિવસ બોલીવુડ દીવા ઝીન્નત અમાન સાથે ઉજવ્યો. જો કે ઝીન્નતે કે ઈમરાને પોતાના સંબંધ વિશે કોઈ પણ ખુલીને વાત કરી નહતી.

ઈશ્કની ચર્ચાઓ ઠેર ઠેર

5/5
image

એક સમયે એવો પણ આવ્યો કે કહેવાતું હતું કે ભારતીય હીરોઈનોને મનપસંદ હીરો છે ઈમરાન ખાન. તેમના અફેરના કિસ્સાઓ આજે પણ મશહૂર છે જે એક સમયે અખબારોની હેડલાઈન્સ બન્યા હતા.