બંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટ
Cyclone Alert અમદાવાદ : ગ્લોબલ વોર્મિંગની અસર આખી દુનિયા પર થઈ રહી છે. જેથી કોઈ સીઝન ચોક્કસ સમયગાળા માટે રહી નથી. ઠંડી-ગરમી અને વરસાદ આવતા જતા રહે છે. 2024 નું વર્ષ ભયાનક રહ્યું છે. જોકે, જતા જતા પણ આ વર્ષ બગડવાનુ છે. કારણ કે, શિયાળાનો સમય આવી ગયો છે, પણ ઠંડી પડતી નથી. નવેમ્બર મહિનો આવી ગયા છતાં, અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આ વચ્ચે બંગાળની ખાડીમાં મોટું તોફાન આવવાની આગાહી છે. જેને કારણે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીનું તોફાન ફરી વરસાદ લાવશે
બંગાળની ખાડીના દક્ષિણ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. વરસાદને પગલે દેશના અન્ય રાજ્યોમાં ઠંડી અનુભવાઈ શકે છે.
આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
ભારતીય હવામાન વિભાગે 8 થી 13 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલ સહિત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેધાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ઠંડી ક્યારે આવશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.
Trending Photos