સુરતની ડેન્ટિસ્ટે કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરાઈ ખાસ ગણપતિની મૂર્તિ
સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગણેશ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે ગણેશ મૂર્તિ (Ganesha Idol)ની સાઈઝને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે
ચેતન પટેલ, સુરત: કોરોના કાળની વચ્ચે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગણેશ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે ગણેશ મૂર્તિ (Ganesha Idol)ની સાઈઝને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે મૂર્તિકારો દ્વારા પણ ભગવાન ગણેશની નાની પ્રતિમાઓમાં અલગ-અલગ વેરાયટીઓ જોવા મળી રહી છે. સુરતની એક ડેન્ટિસ્ટ તબીબ (Dentist) દ્વારા ડ્રાય ફુટના ગણેશજી (Dry Fruits Ganesha) બનાવવામાં આવ્યા છે. તો ચાલો આ ડ્રાય ફૂટના ગણેશજી કેવા દેખાઈ રહ્યા છે તે અમે તમને બતાવીએ.
આમ તો મૂર્તિકારો દ્વારા નારીયેરી, તરબૂચ કે અન્ય ચીજ વસ્તુઓમાંથી ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવતા હોય છે. જોકે આ વર્ષે એક મૂર્તિકાર દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ અનોખી રીતે બનાવવામાં આવી છે. આ ગણેશજીની મૂર્તિ ડ્રાયફ્રુટથી બનાવવામાં આવી છે. ખાસ કરીને હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. કેટલાક લોકોને કોરોના થઈ ગયો હોવાથી તેઓ Covid કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.
ભગવાન ગણેશનો પર્વ આ દર્દીઓ પણ ધામધૂમથી ઉજવી શકે તે માટે સુરતની ડેન્ટિસ્ટ અદિતિ દ્વારા અનોખા ગણેશજી બનાવવામાં આવ્યા છે. આ ગણેશજીની ખાસિયત એ છે કે સાત દિવસની મહેનત કરી અદિતિએ કોરોનાના દર્દીઓ માટે ખાસ ગણપતિ તૈયાર કર્યા છે. આ ગણપતિ 266 નંગ અખરોટ, 66 નંગ બદામ, 172 નંગ શિંગ અને 7 નંગ પિસ્તાથી બનાવવામાં આવ્યા છે.
ડ્રાયફ્રુટ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરે છે જેથી કોરોનાને લઈને તેમને આ ગણપતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 20 ઈંચ, પહોળાઈ 15 ઈંચ અને વજન 2.5 કિલોગ્રામ છે. આ મૂર્તિની સ્થાપના ભટાર સ્થિત અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર પર કરાશે અને 7 દિવસ બાદ તેનો પ્રસાદ કોરોનાના દર્દીઓને આપીને તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરાશે.
અદિતિએ વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રૂટની મૂર્તિ બનાવી છે. અખરોટ, શિંગ, પિસ્તા અને બદામ મળીને 511 નંગ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવી છે. મૂર્તિ બનાવવા માટે કવચ વાળા ડ્રાયફુટ જ વાપર્યા છે જેથી દસ દિવસ તેને રાખી પણ શકાય અને તે બગાડશે પણ નહીં. આ ગણપતિની પૂજા ગોવિંદ વડમા કોરોના ના દર્દીઓ કરી શકશે અને જે કોરોના નો વિઘ્ન છે તે દૂર થાય આ માટે દર્દીઓ પ્રાર્થના કરશે તેમ જ આવી પરિસ્થિતિમાં પણ સકારાત્મક ઉર્જા દર્દીઓને મળી રહેશે.
Trending Photos