માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે નવી SANTRO, જાણો શું છે તેમાં ખાસ
કંપનીની તરફથી આ નવી કારને વર્લ્ડ પ્રીમિયર 23 ઓક્ટોબરે નવી દિલ્હીમાં થશે. આ કારમાં ઘણા બધા સેગમેન્ટમાં First ફિચર્સ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: હ્યુંડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે નવી SANTRO કારને લઇને બધા વિચારો દુર કરી તેની જાણકારી સાર્વજનિક કરી દીધી છે. કંપનીની તરફથી આ નવી કારને વર્લ્ડ પ્રીમિયર 23 ઓક્ટોબરે નવી દિલ્હીમાં થશે. આ કારમાં ઘણા બધા સેગમેન્ટમાં First ફિચર્સ આપવામાં આવ્યા છે.
20.3 કિલોમીટરની માઇલેજ
જાણકારોના જણાવ્યા અનુસાર, નવી સેન્ટ્રોની માઇલેજ 20.3 કિલોમીટર પ્રતિ લિટર હશે. The All New SANTRO કારમાં કંપની સીએનજી કિટ (ફેક્ટરી ફિટેડ) ફિટ કરવવાનો વિકલ્પ આપવાની તૈયારીમાં છે. સીએનજી પર કારની માઇલેજ 30.5 કિલોમીટર પ્રતિ કિલો હશે.
મલ્ટી મીડિયા સ્ક્રીન પર રીયર કાર પાર્કિંગ કેમેરો
આ કારમાં મલ્ટી મીડિયા સિસ્ટમ મોબાઇલ કનેક્ટિવિટીની સાથે છે. આ એન્ડ્રોઇડ ઓટો અને કારપ્લે અને મિરર લિંકથી જોડાયેલી છે. સ્ક્રીન પર રીયર કાર પાર્કિંગ કેમેરો પણ લગાવવામાં આવ્યો છે. નવી The All New SANTRO કારમાં કંપની સીએનજી કિટ (ફેક્ટરી ફિટેડ) ફિટ કરવાનો વિકલ્પ આપવાની તૈયારીમાં પણ છે.
પેટ્રોલ ઇંધણમાં હશે નવી SANTRO
નવી સેન્ટ્રોમાં 1.1 લીટર એટલે 1100 સીસીનું પેટ્રોલ ઇંધણ છે. આ ઇંધણ 69 હોર્સપાવર અને 5,500 આરપીએમથી લેસ છે. ઇંધણનો પીક ટોર્ક 99 ન્યૂટન મીટર છે. માનવામાં આવી રહ્યું છે કે કાર એએમટી ગીયર બોક્સની સાથે આવશે.
બુકિંગ 22 ઓક્ટોબર સુધી
ગ્રાહક 11,000 રૂપિયા આપી આ કારની બુકિંગ કરાવી શકો છો. ઓનલાઇન પ્રી બુકિંગ 10 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર 2018 સુધી ઓપન છે. બુકિંગ ઓફરની આ કિંમત પહેલા 50 હજાર ગ્રાહકો માટે જ છે.
હ્યુંડાઇની ભારતમાં પ્રથમ કાર SANTRO
સેન્ટ્રો હ્યુડાઇની ભારતમાં પ્રથમ કાર હતી અને આ આજ સુધી કંપનીની સૌથી વધારે પોપ્યુલર કારોમાં શામેલ છે. 1998માં આ પહેલી વખત લોન્ચ કરવામાં આવી છે અને બાદમાં તેમાં બે વખત ફેરફાર કરવામાં આવ્યો છે.
Trending Photos