Banana Storage Tips: ફ્રિજ વિના પણ કેળાને દિવસો સુધી રાખી શકો છો ફ્રેશ, આ રીતે કરવા સ્ટોર
Banana Storage Tips: કેળા એવું ફળ છે જેને મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. કેળાનો ઉપયોગ અન્ય ફળની સરખામણીમાં સૌથી વધુ થતો હોય છે. કેળા ડઝનમાં મળે છે તેથી ઘણી વખત એવું થાય છે કે શરૂઆતના દિવસોમાં કેળા સારા રહે છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ કેળા કાળા પડવા લાગે છે. કેળાની તાસીર ઠંડી હોય છે તેથી તેને ફ્રિજમાં રાખવા પણ યોગ્ય નથી. તેથી કેળાને રસોડામાં જ આ ટીપ્સ ફોલો કરી સ્ટોર કરવા. આમ કરવાથી તે દિવસો સુધી ખરાબ નહીં થાય.
પ્લાસ્ટિક બાંધો
કેળા ને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે કેળાની ઉપરનો જે ભાગ હોય તેની ચારે તરફ પ્લાસ્ટિકની સેલોટેપ કે પ્લાસ્ટિકને રેપ કરીને રાખી દો. આ રીતે કેળા રાખશો તો દિવસો સુધી તે કાળા નહીં પડે.
હેંગ કરીને રાખો
કેળા ખરાબ ન થઈ જાય તે માટે વેપારીઓ પણ તેને લટકાવીને રાખતા હોય છે. તમારે ઘરે પણ બસ આ જ કામ કરવાનું છે. કેળાના ગુચ્છા ને દોરી વડે બાંધીને રસોડામાં ટાંગીને રાખો તેનાથી કેળા લાંબા દિવસો સુધી ખરાબ નથી થતા.
વિટામિન સી ટેબ્લેટ
જો તમે કેળાને તાજા રાખવા માંગો છો તો બજારમાંથી વિટામીન સીની ટેબલેટ લઈ આવો અને એક ગ્લાસ પાણીમાં તેને પલાળી દો. હવે કેળાને એક એક કરીને આ પાણીમાં પલાળીને રાખી દો.
વેક્સ પેપર
કેળાને ઘણા દિવસો સુધી ફ્રેશ રાખવા હોય તો વેક્સ પેપરનો ઉપયોગ કરી શકાય છે. વેક્સ પેપરમાં કેળા વીંટીને અથવા તો કેળા ઉપર વેક્સ પેપર ઢાંકીને રાખવાથી કેળા ઝડપથી ખરાબ થતા નથી.
Trending Photos