YouTube Videos ને મોબાઈલ અને લેપટોપ પર આવી રીતો કરો ડાઉનલોડ, આ રહી આસાન Tips

નવી દિલ્લીઃ યૂટ્યૂબ (YouTube) પર ઘણીવાર આપણે ખુબ જ મજેદાર વીડિયો જોઈએ છીએ. જેને જોતાની સાથે જ આપણને એ વીડિયો ડાઉનલોડ કરવાનું મન થાય છે. આજે અમે આપને એવી સરળ રીત બતાવીશું એવી ટીપ્સ આપીશું જેનાથી તમે ખુબ જ આસાનીથી યૂટ્યુબના વીડિયો તમારા મોબાઈલ કે લેપટોપમાં ડાઉનલોડ કરી શકશો. એટલું જ નહીં યૂટ્યૂબ વીડિયો ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ થર્ડ પાર્ટી ટૂલ્સનો ઉપયોગ નહીં કરવો પડે.

 

 

 

 

YouTube એપ કરો ઓફલાઈન

1/4
image

યુટ્યૂબ (YouTube) પોતાના યુઝર્સને વીડિયો ડાઉનલોડ (Offline) કરવા માટે પણ સુવિધા આપે છે. જેમાં તમે ભવિષ્યમાં ઈન્ટરનેટ વિના પણ એ વીડિયો જોઈ શકો છો. વીડિયો ડાઉનલોડ કરવા માટે YouTube એપ ખોલો અને એ વીડિયોને શોધો જ્યા તમે જવા માંગો છો. ત્યાર પછી વીડિયોની નીચે એક ડાઉનલોડનો વિકલ્પ આપેલો છે તેના પર ક્લિક કરો. આ રીતે તમે વીડિયો ઓફલાઈન પણ મેળવી શકશો. વીડિયોને લાઈબ્રેરીના ઓપ્શનમાં જઈને ઓફલાઈન જોઈ શકાય છે.

Video File આ રીતે ડાઉનલોડ કરો

2/4
image

જો તમે વીડિયોને પોતાના ફોનમાં ડાઉનલોડ કરવા માંગતા હોવ તો એના માટે તમારે કોઈ થર્ડ પાટી એપ ઈસ્ટોલ કરવાની જરૂર નથી. તમે માત્ર  y2mate.com ની મદદથી વીડિયો ડાઉનલોડ કરી શકો છો. તેના માટે સૌથી પહેલાં તમારે વીડિયોની યુઆરએલ કોપી કરવી પડેશ. ત્યાર પછી બ્રાઉજરમાં  y2mate.com  ખોલો અને URL પેસ્ટ કરો. ત્યાર પછી વીડિયોનું ફોર્મેટ સિલેક્ટ કરીને ડાઉનલોડ પર ક્લિક કરો.

લેપટોપ પર આ રીતે ડાઉનલોડ કરો વીડિયો

3/4
image

જો તમે યૂટ્યૂબ વીડિયો (YouTube Video) ને લેપટોપમાં ડાઉનલોડ કરવા માંગતા હોવ તો એના માટે સૌથી પહેલાં યૂટ્યૂબ ઓપન કરો. ત્યાર પછી એ વીડિયોને પ્લે કરો, જે તમે ડાઉનલોડ કરવા માંગતા હોવ. ત્યાર બાદ લીંક પર ક્લિક કરો અને ત્યાંથી  ube ને હટાવીને એન્ટર આપી દો. ત્યાર પછી MP4 (Vidoe) સિલેક્ટ કરો અને Format shift to MP4 પર ક્લિક કરી દો.

 

આ રીતે પણ કરી શકો છો ડાઉનલોડ

4/4
image