31 ડિસેમ્બર સુધી બનશે 7 રાજયોગ, ચમકશે મેષ, તુલા, કુંભ, મીન જાતકોનું ભાગ્ય, ખુબ કરશે પ્રગતિ

Rashi Parivartan Effects: 31 ડિસેમ્બર સુધી ઘણા ગ્રાહ પોતાની ચાલ બદલશે. ગ્રહોની ચાલ બદલવાથી 31 ડિસેમ્બર સુધી કુલ 7 રાજયોગ બની રહ્યાં છે. 31 ડિસેમ્બર સુધી લક્ષ્મી નારાયણ યોગ, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, સમસપ્તક યોગ, કામ યોગ, માલવ્ય યોગ, ધન શક્તિ યોગ તથા મહાધની યોગ બની રહ્યાં છે. આ 7 રાજયોગ બનવાથી 12 રાશિઓ પ્રભાવિત થશે. કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આવો જાણીએ આ 7 રાજયોગ બનવાથી કયાં જાતકોને લાભ થશે. વાંચે મેષથી લઈને મીન રાશિની સ્થિતિ...
 

મેષ રાશિ

1/12
image

મન પ્રસન્ન રહેશે પારિવારિક જીવન સુખમય રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સફળ થશે.  કોઈ મિત્રના સહયોગથી આવકમાં વધારો થઈ શકે છે.   

વૃષભ રાશિ

2/12
image

આશા-નિરાશાનો ભાવ મનમાં રહેશે. વાણીના પ્રભાવમાં વધારો થશે. કારોબારમાં કેટલીક મુશ્કેલી આવી શકે છે. લાભની સ્થિતિ સારી રહેશે.  

મિથુન રાશિ

3/12
image

સંયમિત રહો. ધૈર્યશીલતામાં કમી આવશે. કોઈ મિત્રના સહયોગથી નોકરીની તક મળી શકે છે. આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન થઈ શકે છે.   

કર્ક રાશિ

4/12
image

આત્મવિશ્વાસ સારો રહેશે. અતિઉત્સાહી થવાથી બચો. આત્મસંયમ રાખો. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. શાસન સત્તાનો સહયોગ મળશે.

સિંહ રાશિ

5/12
image

મન પરેશાન રહેશે. કારોબારમાં મુશ્કેલી આવી શકે છે. કારોબાર માટે પરિવારથી દૂર જવું પડી શકે છે. યાત્રા લાભદાયી રહેશે.   

કન્યા રાશિ

6/12
image

ધૈર્યશીલતામાં કમી આવશે. આ સમયમાં સંયમ રાખો. નોકરીમાં કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. પરિશ્રમ વધુ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વસ્ત્રો વગેરે પર ખર્ચ થઈ શકે છે.   

તુલા રાશિ

7/12
image

મન શાંત રહેશે.  નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિનો માર્ગ ખુલશે. વિદેશ જવાનો યોગ બની રહ્યો છે. પરિવારનો સાથ મળશે.  

વૃશ્ચિક રાશિ

8/12
image

આશા-નિરાશાનો ભાવ મનમાં રહી શકે છે. કારોબાર માટે બીજા સ્થળે જવું પડી શકે છે ભાગદોડ વધુ રહેશે. ખર્ચમાં વધારો થશે.   

ધન રાશિ

9/12
image

મન પરેશાન રહેશે. ક્રોધ તથા અતિરેકથી બચો. સાવચેત રહો. મિત્રનો સહયોગ મળશે.

મકર રાશિ

10/12
image

આત્મસંયમ રાખો. ખોટા ક્રોધથી બચો. કોઈ નવા કારોબારની શરૂઆત થઈ શકે છે. પિતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. 

કુંભ રાશિ

11/12
image

મન શાંત રહેશે. સંતાનના સ્વાસ્થ્યમાં સુધાર થશે. જીવનમાં ચાલતી ભાગદોડમાંથી છુટકારો મળશે. જીવન આનંદમય રહેશે. કારોબારમાં વધારો થશે. લાભની તક મળી શકે છે.

મીન રાશિ

12/12
image

મન શાંત રહેશે. નોકરીમાં કોઈ બીજા સ્થાને જવું પડી શકે છે. પરિવારનો સહયોગ રહેશે. આવકમાં વધારો થશે.  જીવનમાં શાંતિ રહેશે.