રાશિફળ 19 જૂન: આ રાશિના જાતકો માટે સારો રહેશે રવિવાર, અટવાયેલા કામ થશે પૂરા

Daily Horoscope 19 June 2022 (By Chirag Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ...

મેષ:

1/12
image

ગણેશજી કહે છે, કારોબારી વિસ્તારને લગતી કોઇ યોજના ઉપર અમલ થશે. તમારો જીવન પ્રત્યેનો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. પરિવાર તથા લગ્નજીવનમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે. ધ્યાન રાખો કે તમારી કોઇ વાતથી તમારા પરિવારના લોકો નિરાશ થઇ શકે છે.  

વૃષભ:

2/12
image

ગણેશજી કહે છે, કોઇના ઉપર વધારે વિશ્વાસના મામલે પણ સાવધાન રહો. વ્યવસાયમાં કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સમય અનુકૂળ છે, મોટાભાગના કામ થોડી કોશિશથી જ પૂર્ણ થઇ જશે. બાળકોના અભ્યાસ, કરિયર, લગ્ન વગેરેને લગતી યોજનાઓ બનશે.    

મિથુન:

3/12
image

ગણેશજી કહે છે, આર્થિક મામલે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે. ઉતાવળ અને બેદરકારીના કારણે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. કામનો ભાર હોવા છતાં તમે અંગત સંબંધોની મિઠાસને જાળવી રાખશો. બિઝનેસ પાર્ટનર સાથે યોગ્ય તાલમેલ જાળવીને તમારા કાર્યોને અંજામ આપો.  

કર્ક:

4/12
image

ગણેશજી કહે છે, જીવનસાથીની સલાહ અને સમજણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વેપારમાં કોઇના ઉપર પણ વિશ્વાસ ન કરીને બધું કામ તમારી દેખરેખમાં કરો. આ સમયે ભાગ્ય અને ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. નાણાકીય મામલે પણ સુધાર થશે.   

સિંહ:

5/12
image

ગણેશજી કહે છે, સમાજમાં તમારા કામના અને યોગદાનના વખાણ થશે. વ્યવસાયિક રાજકીય મામલો કોઇની દખલથી ઉકેલાઇ જશે. ભાવનાઓના આવેશમાં ન આવો, તમારા દિમાગથી સમજી-વિચારીને જ દરેક કામ કરો. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. 

કન્યા:

6/12
image

ગણેશજી કહે છે, કામકાજના નવા અવસર પ્રાપ્ત થશે. પરિવાર સાથે જોડાયેલી કોઇ સમસ્યાનું જલ્દી જ નિરાકરણ થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે. યુવા વર્ગ પોતાના લક્ષ્યની પ્રાપ્તિને લઇને ચિંતિત રહી શકે છે.  

તુલા:

7/12
image

ગણેશજી કહે છે, રૂપિયાની ઉધારી બિલકુલ ન કરો. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. યુવાઓને સફળતા મળવાથી ગજબનો ઉત્સાહ જળવાયેલો રહેશે. સમાજ સેવા તથા લોક કલ્યાણકારી કાર્યમાં તમારો રસ રહેશે. બિઝનેસ પાર્ટનર સાથે કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે. 

વૃશ્ચિક:

8/12
image

ગણેશજી કહે છે, આ સમય શાંત રહીને પસાર કરવાનો છે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. આ સમયે પડી જવાથી કોઇ દુર્ઘટના જેવી સ્થિતિ બની શકે છે. તમે વ્યવસાયિક કાર્યોમાં વધારે ધ્યાન પૂર્વક તથા સમજી-વિચારીને નિર્ણય લેશો. કોઇ શુભ સંદેશ કે સમાચાર પણ પ્રાપ્ત થશે.  

ધન:

9/12
image

ગણેશજી કહે છે, વેપારમાં આશા પ્રમાણે યોગ્ય ફેરફાર આવશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી તમને આત્મિક સુકૂન આપશે. ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. થોડા વિરોધીઓ પણ તમારું નુકસાન કરવાની કોશિશ કરી શકે છે.  

મકર:

10/12
image

ગણેશજી કહે છે, આ સમયે વેપારમાં ક્રિયાશીલતા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મન પ્રમાણે કોઇ કામ પૂર્ણ થવાથી સુખ મળશે. લગ્નજીવનમાં સુખ રહેશે. ઇચ્છાઓ વધારે રહેશે, તેને પૂર્ણ કરવા માટે વધારે મહેનત અને કોશિશ કરવાની જરૂરિયાત છે.  

કુંભ:

11/12
image

ગણેશજી કહે છે, પરિવારમાં સુખ અને મોજ-મસ્તીનું વાતાવરણ રહેશે. કોઇપણ નવા સંબંધ બનાવવામાં ઉતાવળ ન કરો. જીવનમાં આવેલાં ફેરફારનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પડી શકે છે. મીડિયા, કળા, લેખન વગેરે સાથે જોડાયેલાં મામલો માટે સમય યોગ્ય છે.  

મીન:

12/12
image

ગણેશજી કહે છે, કામનો ભાર વધારે હોવાથી તમને અનિદ્રા અને બેચેનીની સમસ્યા પણ થઇ શકે છે. પરિવાર સાથે હરવા-ફરવા, સિનેમા વગેરેમાં જવાનો પ્રોગ્રામ બનશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માનસિક અને શારીરિક રૂપથી તમે સ્વસ્થ અને પ્રસન્ન રહેશો.