Holi Special: ભારતમાં કેવી છે રંગોત્સવની રંગત? જાણો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે હોળી

હોળી એટલે પ્રેમ અને મિત્રતાનો પર્વ. કોઈ વાતનું મનદુઃખ થયું હોય તો તે વાત ભુલીને રંગોની રંગતમાં ભળીને એકમેકને પ્રેમ કરવાનો પર્વ. ત્યારે ભારતમાં વિવિધ સ્થળોએ કેવી રીતે હોળીની ઉજવણી થાય છે તે પણ જાણવા જેવું છે.

મોનાલી સોની, અમદાવાદઃ હોળીનો તહેવાર રંગોનો હોય છે. હિંદુ સંસ્કૃતિમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. આ તહેવારનો પ્રેમ સાથે પણ ગાઢ સંબંધ છે. આ દિવસે લોકો તમામ વેર-ઝેર ભૂલીને ખુશી ખુશી એકબીજાને રંગ લગાડે છે. હોળી રંગનો તહેવાર હોવાથી બાળકોનો પણ ફેવરિટ હોય છે. ભારત એ વિવિધતામાં એકતા ધરાવે છે. એટલા માટે જ હોળીનો તહેવાર વિવિધ રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ભારતમાં હોળીનું સેલિબ્રેશન કરવા માટે દસ સ્થાન પ્રખ્યાત છે.

 

 

 

 

 

 


 

હમ્પી, કર્ણાટક:

1/10
image

કર્ણાટકમાં આવેલા હમ્પીમાં હોળીનો એક અલગ જ રંગ જોવા મળે છે. અહીં સાતમી સદીથી પારંપરિક હોળી રમવામાં આવે છે. હમ્પી ગામમાં આવેલા ધાર્મિક મંદિરોમાં હોળી રમવામાં આવે છે. હોળી અને ધુળેટી એમ બે દિવસ સુધી લોકો ઢોલ-નગારા સાથે એકબીજા પર સૂકો અને ભીનો રંગ લગાવે છે. તહેવારની સમાપ્તી સમયે તમામ લોકો એકઠા થઈ તુંગભદ્રા નદી (Tungabhadra River) માં ડૂબકી લગાડે છે. આમ કરવા પાછળની માન્યતા છે કે, ડૂબકી લગાવવાથી બધા શરીર પરનાં રંગની સાથે પાપ પણ ધોવાઈ જાય છે.

 

 

 

Holi Special: કેમ હોળી પર ખવાય છે ધાણી, ખજૂર અને ચણા? જાણો આ છે કારણ

વારાણસી:

2/10
image

વારાણસીને ધાર્મિક નગરી કહેવામાં આવે છે. હોળીના તહેવારમાં જો તમારે ધાર્મિકતાનો દિવ્ય અનુભવ કરવો હોય તો વારાણસી જવાનું પસંદ કરજો. આ પર્વ દરમિયાન સવારથી ગંગા ઘાટે ભજન-કિર્તનની ધૂમ મચી જાય છે. અહીં મોટાભાગે ગુલાલથી હોળી રમવામાં આવે છે. વારાણસીના ખ્યાતનામ મણિકર્ણિકા ઘાટ પર અઘોરી બાવાઓ સ્મશાનની રાખથી હોળી રમે છે.

 

 

 

 

Plane માં જ ડિલિવરી થાય તો કઈ રીતે નક્કી થાય છે બાળકની નાગરિકતા, જાણવા જેવા છે હવાઈ મુસાફરીના આ નિયમો

ઉદયપુર, રાજસ્થાન:

3/10
image

ઉદેપુરમાં તમે રોયલ હોળીનો લ્હાવો લઈ શકશો. આ દિવસે ઉદયપુરના મેવાડના રાજવી પરિવારનાં ઘોડાનાં સરઘસ કાઢવામાં આવે છે. હોળીના એક સપ્તાહ પહેલા અહીં ભંગોરીયા હાટ યોજાય છે. હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે. હોળીના દિવસે અહીં છોકરા-છોકરીએ એકસરખા કપડા પહેરીને આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલના તાલે નાચગાન કરીને હોળી ઉજવે છે.

 

 

 

Lockdown ના એક વર્ષની આ તસવીરો તમને હચમચાવી દેશે, જુઓ ક્યારેય ન ભુલાય તેવી મહામારીની યાદો

 

પુરુલિયા, પશ્ચિમ બંગાળ:

4/10
image

પશ્ચિમ બંગાળમાં આવેલા પુરુલિયામાં હોળીના તહેવારને રંગબેરંગી કલરથી ઉજવવામાં આવે છે. આ સાથે અહીંનું પારંપરિક ચોઉ નૃત્યુ કરવામાં આવે છે. હોળીના દિવસે રાત્રીના સમયે અહીં સંગીતનો જલસો પણ યોજાય છે.

 

 

 

Vraj Holi: ભારતમાં અહીં દોઢ મહિના સુધી રમાય છે હોળી, રાધા-કૃષ્ણના સમયથી શરૂ થઈ હતી આ પરંપરા

જયપુર, રાજસ્થાન:

5/10
image

જયપુરમાં હોળી ઉજવવાનો એક અલગ જ અંદાજ છે. અહીં ઉત્સવના ભાગરૂપે હાથીની સ્પર્ધા યોજવામાં આવે છે. સુંદર કપડાં અને રંગોથી શણગારેલા હાથીને સ્પર્ધામાં યોજવામાં આવે છે.  આ યુદ્ધને જયપુરમાં ટગ-ઓફ-યુદ્ધનાં નામે ઓળખવામાં આવે છે.

 

 

 

હોળાષ્ટકમાં કેમ નથી કરાતા શુભકાર્યો? જાણો હોળી પહેલાં બેસતા હોળાષ્ટક વિશેની પૌરાણિક કથા

ઈન્દોર, મધ્ય પ્રદેશ:

6/10
image

મધ્યપ્રદેશના ઈન્દોરમાં હોળીનું દહન કરવામાં આવે છે બીજા દિવસે ધુળેટીની ઉજવણી થાય છે. મધ્યપ્રદેશમાં હોળીના પાંચમા દિવસે રંગ પંચમીની ઉજવણી થાય છે. રંગપંચમીએ ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રાને ગેર કહેવામાં આવે છે. મધ્યપ્રદેશના જાબુઆમાં આદીવાસી વિસ્તારોમાં હોળીનુ ખુબ મહત્વ છે. અહીં હોળી ભગોરિયા નામથી ઉજવાય છે. 

 

 

 

PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી

ગોવા:

7/10
image

જ્યારે તમે વેકેશન માટે ગોવામાં જતા હોવ ત્યારે અહીંની હોળીની ઉજવણી જરૂરથી કરજો. હોળીના તહેવારને અહીં ‘શીગ્મો’ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વિવિધ બેન્ડ્સ દ્વારા પરેડ યોજવામાં આવે છે તથા રાત્રીના સમયે સંગીત શો યોજવામાં આવે છે.

 

 

 

Holi Special: કેસુડાના રંગથી રંગોત્સવની રંગત...જાણો કેસૂડા વિના કેમ અધૂરી કહેવાય છે ધૂળેટી

દિલ્લીની હોળીઃ

8/10
image

દેશની રાજધાની દિલ્લીની હોળી પણ દેશમાં પ્રખ્યાત છે. અહીં આજકાલ આધુનિક હોળી અને ધૂળેટીના રંગ જોવા મળે છે. સંગીત, રેઈન ડાન્સ સાથે ખાવા-પીવાની જુદી જુદી આઈટમ્સની ધૂમ મચી જાય છે. હોલી-ધુળેટીના પર્વે જુદી જુદી જગ્યાએ ચાલી રહેલા પ્રોગ્રામ તમારુ મન મોહી લેશે.

 

 

Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો

બરસાના, મથુરા:

9/10
image

બરસાના રાધારાણીની જન્મભૂમિ છે. હોળીના દિવસે નંદગામમાંથી લોકો બરસાના હોળી રમવા માટે આવે છે. અહીંની હોળીની ખાસિયત એ છે કે, તે દોઢ મહિના સુધી ચાલે છે. મજાની વાત તો એ છે કે, નંદગામમાંથી આવેલા લોકોનું અહીં સ્વાગત લાકડીઓથી થાય છે. જો તમે હોળીના દિવસોમાં મથુરા આવ્યા હોવ, તો અહીંની લઠ્ઠમાર હોળીની મજા માણવાનું ચૂકતા નહીં.

 

 

Holi 2021: પરિવાર સાથે આ રીતે મનાવી શકો છો હોળી, મજા થઈ જશે ડબલ

આનંદપુર સાહિબ, પંજાબ:

10/10
image

પંજાબના આનંદપુર સાહિબમાં ઉજવાતી હોળી રંગોના કારણે નહીં પરંતુ એક્ટિવીટીના કારણે પ્રખ્યાત છે. હોળીના દિવસે અહીંના પહેલવાન અને અખાડાવાળા કસરતના દાવ-કળા કરે છે. કેટલીક જગ્યાએ માર્શલ આર્ટ્સના સ્ટંટનું કરવામાં આવે છે. આ તહેવારને અહીંના લોકો હોલા મોહલ્લા તરીકે ઉજવે છે.