Himachal Pradesh Rain Disaster: હિમાચલમાં કુદરતના કહેરથી 60થી વધુના જીવ ગયા, તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો

Himachal Pradesh Rain disaster : હિમાચલ પ્રદેશમાં પૂર અને ભારે વરસાદના કારણે કહેર મચ્યો છે. અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના જીવ ગયા હોવાની પુષ્ટિ થઈ છે. લેન્ડસ્લાઈડના કારણે જે રીતે અકસ્માતો થઈ રહ્યા છે તે ડરામણું છે. હિમાચલમાં આજે પણ શાળા કોલેજ બંધ રહી. પ્રદેશની તસવીરો જોઈને તમે હચમચી જશો. દેવભૂમિ હિમાચલનો આ મંજર તમને અંદર સુધી હચમચાવી નાખશે. પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે. હિમાચલમાં ખરાબ હવામાનના કારણે 16 સુધી શાળા કોલેજો બંધ રાખવામાં આવી. 

1/11
image

હિમાચલની આ તસવીરો જોઈને તમે પણ સહેમી જશો.  તબાહીનો આ મંજર તમને અંદર સુધી હચમચાવી નાખશે. 

2/11
image

લેન્ડસ્લાઈડના કારણે સ્લોટર હાઉસ અને અનેક ઘરો ઝપેટમાં આવી ગયા. 

3/11
image

ગણતરીની પળોમાં ઈમારત ધરાશાયી થઈ ગઈ. ઈમારત પડતા ચારેબાજૂ ચીજોથી વાતાવરણ શોકમય બન્યું. આકાશી આફતથી લોકો દહેશતમાં છે. 

4/11
image

સ્થાનિક લોકો દહેશતમાં છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી ચાલુ છે. 

5/11
image

શિમલામાં ફાગલીમાં થયેલી દુર્ઘટનામાં કાટમાળમાંથી એક છોકરીને જીવિત બહાર કાઢવામાં આવી. SSB ના જવાનોએ અકસ્માતના 5 કલાક બાદ યુવતીનું રેસ્ક્યૂ કર્યું. 

6/11
image

અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. શિમલાથી લઈને સોલન અને મંડીથી લઈને બિલાસપુર સુધી તબાહી અને બરબાદીનો મંજર જોવા મળી રહ્યો છે. 

7/11
image

શિમલામાં કૃષ્ણાનગરમાં ખતરનાક લેન્ડસ્લાઈડ થયું. એક પેડ બિલ્ડિંગ પર પડ્યું. ત્યારબાદ ઈમારત પડી ગઈ. 

8/11
image

9/11
image

હિમાચલમાં તબાહીથી હાહાકાર મચ્યો છે. 

10/11
image

સતત વરસાદના પગલે કાલકા શિમલા રેલવે ટ્રેક પણ નુકસાનગ્રસ્ત થયો. 120 વર્ષ જૂનો રેલવે ટ્રેક જૂતાર્ધ અને સમરહિલ સ્ટેશન વચ્ચે હવામાં લટકી ગયો. 

11/11
image

સોલન, મંડી, બિલાસપુર, કાંગડા દરેક જગ્યાએ હાલત ડરામણા છે. હિમાચલમાં સ્થિતિ કેટલી જોખમી છે તે જાણવા માટે ઝી મીડિયાની ટીમ  મંડી સહિત અનેક વિસ્તારોમાં પહોંચી છે. જ્યાં વાદળો ફાટ્યા બાદ લોકો પલાયન કરી રહ્યા છે.