જામનગરમાં આભ ફાટ્યું : માત્ર ચાર કલાકમાં 4 ઈંચ ખાબક્યો, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, PHOTOs

Jamnagar Heavy Rain : જામનગર શહેરમાં 2 કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ.... ભક્તિનગર વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા.... વરસાદી પાણીના કારણે લોકોની મુશ્કેલીમાં થયો વધારો...

Gujarat Weather Forecast

1/9
image

જામનગર શહેરમાં આજે સવારે 4 ઇંચ વરસાદ ખાબક્યો. આજે સવારે 6 થી 10 દરમિયાન જામનગર શહેરમાં 4 ઇંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. શહેરમાં છેલ્લા 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી જામનગર શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે. જોડિયા તાલુકામાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. 

Jamnagar Heavy Rain

2/9
image

જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે. ભક્તિ નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તંત્રની પોલ ખુલી લોકોના ઘરમાં ઘુસ્યા પાણી છે. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.   

Gujarat Rain

3/9
image

જામનગર શહેરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર થયો છે. સવારે 6થી 10 વાગ્યા દરમિયાન ખાબક્યો 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. શહેરના સત્યનારાયણ મંદિર પાસે દિવાલનો ભાગ ધરાશાયી થયો છે. જામનગરમાં ત્રણ જેટલા વીજપોલ પણ ધરાશાયી થયા છે. તો શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટનાઓ ઠેરઠેર બની છે. 

Latest Weather Update

4/9
image

જામનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી ભીમવાસ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલ્લી પાડે છે. 

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image