આગામી 7 દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં થશે જળબંબાકાર

Gujarat Monsoon 2023: વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ રહેશે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ વડોદરા, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. 18 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે. અમદાવાદમાં છુટોછવાયો અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ યુપી તરફ સર્કક્યુલેશનના કારણે વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં સિઝનનો હાલ સુધી 60 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાત રિજયનમાં હાલ સુધી 41 ટકા વધુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ પડ્યો છે.

1/7
image

18 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 જુલાઇ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે. આગામી બેથી ત્રણ દિવસ માત્ર હળવો કે છુટછવો વરસાદ રહેશે. 18 જુલાઇ પછી ગુજરાત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને 18 જુલાઇ પછી સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 18 જુલાઇ પછી આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે..17 અને 18 તારીખે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સિઝનનો કુલ 60 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકાથી વધુ વરસાદ વરસ્યો.

ભાવનગર, સુરત, ભરૂચ, વડોદરા, જૂનાગઢ, બોટાદમાં વરસાદ વરસ્યો

2/7
image

આજે ગુજરાતના જૂનાગઢ, બોટાદ, ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાવનગરના શહેર અને જેસર પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા. તો ભાવનગરના મહુવામાં અનરાધારા વરસાદથી કોંજળી ગામમાં પાણી ફરી વળ્યા. નદીનું જળ સ્તર વધતા રૂપાવો નદીના પાણી પ્રાથમિક શાળા, વૈદનાથ મંદિરમાં ભરાયા. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. બાબરા તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસ્યા. વડિયામાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભરૂચના આમોદમાં ભારે વરસાદથી હાલાકી ભોગવવી પડી.

3/7
image

વરસાદી પાણી ભરાતા આમોદનું કાંકરિયા અને પુરસા ગામ સંપર્ક વિહોણું થયું. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા. ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. સુરતમાં ભારે વરસાદથી પુણા ગામ વિસ્તારમાં મેઇન રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાયા. પાણી ભરાવવાના લીધે લોકોને ઘરથી બહાર નીકળવું મૂશ્કેલ બન્યું. સુરતના પુણા વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર આવ્યા. પાણીના ફોર્સથી ગટરના ઢાંકણા પણ ખુલી ગયા. વરસાદનું પાણી બેક મારતા સમગ્ર રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું. જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી.

જૂનાગઢમાં ધોધમાર વરસાદ

4/7
image

જૂનાગઢમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. માંગરોળ તાલુકાના સરસાલી ગામે ખેતરના પાળા તૂટી ગયા. પાળા તૂટતા છેક ગામની અંદર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ઘૂંટણસુધીના પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. ધોધમાર વરસાદથી ગામની ગલીઓમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અનેક નિચાણવાળા વિસ્તારના મકાનમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું...તો કેશોદના નાની ઘંસારી ગામે પ્રાથમિક શાળામાં પાણી પ્રવેશ્યા. 

5/7
image

ભારે વરસાદથી શાળાના રૂમ સુધી પાણી પહોંચી ગયું. આચાર્યએ દિવાલ તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી. નાની ઘંસારી પ્રાથમિક શાળાના મેદાન અને પાંચ રૂમમાં પાણી ફરી વળ્યા. જૂનાગઢના સરસાલી ગામે એક કાચુ મકાન પડ્યું છે. જો કે મકાન પડવાની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. ઘરમાં પાણી ઘુસી જતા ચુલાઓ અને અનાજ પલળી જતા લોકો ભૂખ્યા રહેવા મજબૂર બન્યા છે....ધોધમાર વરસાદથી દરસાલી ગામે લોકોનાં ઘરોમાં પુરના પાણી ઘુસી જતા લોકોનાં ઘરવખરી માલસામાન પલળ્યા. 

બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો

6/7
image

બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો. પાળિયાદ રોડ, રેલવે સ્ટેશન રોડ, હવેલી ચોક, ટાવર રોડ, જ્યોતિગ્રામ સર્કલ અને ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. શહેરના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યા. બોટાદ શહેરમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પાણીમાંથી પસાર થવામાં વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી. બોટાદ શહેરની મધ્યમાં આવેલી મધુ નદીમાં પૂર આવ્યું. ઉપરવાસમાં સારા વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પૂર આવતા નદીના પાણી બજારમાં ફરી વળ્યા. બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. કાપડીયાળી, નાવડા, વાઢેળા, ખમીદાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારોની શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો

7/7
image

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુર, બોડેલી અને પાવીજેતપુરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. અડધો કલાક વરસેલા વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા. છોટાઉદેપુર-પાંજરાપળો ક્બ્રસ્તાન જવાના રસ્તા પર પાણી ભરાયા. પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી. હવે આગામી દિવસમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. અને ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.