ગુજરાતમાં આગામી 24 કલાક છે ખુબ જ ભારે! આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે 40થી 45ની ઝડપે પવન ફૂંકાશે

Gujarat Monsoon 2023: રાજ્યના કેટલાંક વિસ્તારો માટે આગામી 24 કલાક હજુ ભારે દર્શાવવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. 24 કલાક બાદ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં હાલ સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો છે.

આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની સંભાવના

1/6
image

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, ઝોટાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે.

2/6
image

હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તાર માટે હજુ 24 કલાક ભારે બતાવ્યા છે. 5 દિવસની આગાહી વચ્ચે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદની આગાહી કરાઈ નથી. જ્યાં 24 કલાક બાદ છુટોછવાયો વરસાદ રહેશે. રાજ્યમાં 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યકત કરાઈ છે. આ સિવાય દરિયો તોફાની રહેવાની શક્યતાઓના કારણે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

3/6
image

અમદાવાદમાં છુટોછવાયા વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ આગામી 5 દિવસ ફિશરમેન વોર્નિંગ અપાઈ છે. એટલું જ નહીં, ભારે પવનના કારણે વોર્નિંગ અપાઈ છે. દરિયાઈ સીમા સાથે જમીની સીમા પર ભારે પવન રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી. મોન્સૂન સિસ્ટમના કારણે વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો. 

4/6
image

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે. આજથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. તો આગામી 24 કલાકમાં છોટા ઉદેપુરમાં ભારે થી અત્યંત અતિભારે વરસાદ રહેશે. જેમાં ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ રહેશે. તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સોમનાથ, અમરેલી, ભાવનગર ભારે વરસાદ રહેશે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, ખેડા, આણંદમાં ભારે વરસાદ રહેશે.

હવામાન વિભાગે 4 દિવસ સુધી વરસાદની કરી આગાહી

5/6
image

આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરી છે. 

6/6
image

હવામાન વિભાગેના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ રહેશે. મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગતરોજ સુરત, વલસાડ, અને નવસારીમાં ભારે વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી ગુજરાતમાં હાલ સુધી 85 ટકા ઉપર વરસાદ પડ્યો છે.