Health Tips: આલુ પરોઠા જો દહીં સાથે ખાતા હોવ તો સાવધાન...સ્વાસ્થ્ય માટે કરે છે 'ઝેર' જેવું કામ!

દહીં સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેને ખાવાથી પેટમાં ઠંડક રહે છે કારણ કે તેમાંથી મળતા બેક્ટેરિયા ડાયજેશન માટે ખુબ સારા છે. દહીં ખાવાથી સ્વાસ્થ્યની સાથે સાથે સ્કિનને પણ ફાયદો થાય છે. જે લોકો રોજ દહીં ખાય છે તેમની ઈમ્યુનિટી સારી રહે છે. પરંતુ કેટલીક વસ્તુઓ દહીં સાથે ખાવી એ આપણા શરીર માટે ખુબ નુકસાનકારક છે. જાણો કઈ વસ્તુઓનું દહીં સાથે સેવન ન કરવું જોઈએ. 

દહીં અને ખાટા ફળો

1/7
image

દહીં સાથે  ખાટા ફળો ભૂલેચૂકે ન ખાવા. કારણ કે દહીંનો સ્વાદ પણ ખાટો હોય છે અને આ કારણે મોસંબી, લીંબુ, સંતરા,જેવા ફળોનું સેવન દહીં સાથે કરવું જોઈએ નહીં. તેનાથી તમારા ડાયજેશનમાં અડચણ આવી શકે છે. 

દહીં અને ખજૂર

2/7
image

દહીં અને ખજૂર ક્યારેય સાથે ખાવી જોઈએ નહીં. આ બે સાથે  ખાવાથી પેટ ખરાબ થાય છે. ખજૂર ખાધા બાદ ઓછામાં ઓછા 3 કલાક પછી દહીં ખાવું જોઈએ. 

દહીં અને કેળું

3/7
image

દહીં અને કેળા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. તેને ખાવાથી પેટમાં સમસ્યા થાય છે. ધ્યાન રાખવું જોઈએ કે કેળું ખાધા બાદ ઓછામાં ઓછા 2 કલાક પછી જ દહીંનું સેવન કરવું. 

દહીં અને આલુ પરાઠા

4/7
image

દહીં અને આલુ પરાઠા દરેકને પસંદ હોય છે. પરંતુ આ બંને વસ્તુઓને સાથે ખાવી એ સ્વાસ્થ્યની રીતે સારું નથી. દહીં અને ઓઈલી ફૂડ એક સાથે ખાવાથી ડાઈજેશન સ્લો થઈ જાય છે. તેને ખાવાથી શરીરને નુકસાન થાય છે અને સુસ્તી આવે છે.   

દહીં અને ચીઝ

5/7
image

મોટાભાગે જોવા મળે છે કે લોકો ચીઝવાળી ડિશમાં દહીં ભેળવીને ખાતા હોય છે. પરંતુ  આ બંને સાથે ખાવું જોઈએ નહીં. દહીં અને ચીઝને એક સાથે ખાવાથી શરીર અને ડાયજેશન બંનેને ખુબ વધુ નુકસાન થાય છે. તેનાથી તમને કોઈ મોટી બીમારી પણ થઈ શકે છે.   

દહીં અને માછલી

6/7
image

દહીં અને માછલી એક સાથે ન ખાવા જોઈએ. સાથે ખાવાથી અપચો અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની સમસ્યા થઈ શકે છે. જ્યારે માછલી અને દહીં એક સાથે ખાવામાં આવે તો પ્રોટીન સારી રીતે ડાઈજેસ્ટ થઈ શકતું નથી. 

દહીં અને દૂધ

7/7
image

દહીં અને દૂધ પણ ક્યારેય સાથે ખાવા જોઈએ નહીં. તેને એક સાથે ખાવાથી ઝાડા, ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે.