Migraine Reasons: માઈગ્રેન માટે જવાબદાર આ 4 કારણોને દુર કરી દેશો તો દવા વિના મટી જશે દુખાવો


Migraine Reasons: અનેક લોકો એવા હોય છે જેમને માઈગ્રેન હોય છે. માઈગ્રેનમાં માથામાં એક તરફ તીવ્ર દુખાવો થાય છે.. માઈગ્રેનની તકલીફ બદલતા વાતાવરણમાં વધી જતી હોય છે. કહેવાય છે કે કોઈપણ સમસ્યાનું સમાધાન લાવવું હોય તો તેનું મૂળ શું છે તે જાણવું જરૂરી છે. તેવી જ રીતે બીમારીનો ઈલાજ પણ તેના મૂળથી જ કરી શકાય છે. આજે તમને માઈગ્રેનની સમસ્યાના મુખ્ય કારણ જણાવીએ. આ ચાર કારણોનું સમાધાન કરી લીધું તો દવા વિના માઇગ્રેન મટી જશે. 

સંતુલિત આહારનો અભાવ 

1/5
image

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર માઇગ્રેન મટાડવું હોય તો સંતુલિત આહાર લેવો જરૂરી છે. જે લોકો સંતુલિત આહાર લેતા નથી તેમને માઈગ્રેનની સમસ્યા સૌથી વધુ સતાવે છે. જે લોકોને માઈગ્રેન હોય તેમણે ડેરી પ્રોડક્ટ, ઈંડા, આથાવાડી વસ્તુઓ અને ગ્લુટન વાળી વસ્તુઓનું સેવન બંધ કરવું જોઈએ.

હોર્મોન અસંતુલન 

2/5
image

માઇગ્રેન માટે આ કારણ પણ જવાબદાર હોય છે. હોર્મોન્સના કારણે મોટાભાગે મહિલાઓને માઈગ્રેન રહે છે. માસિક ધર્મ સમયે મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન જોવા મળે છે. જેના કારણે માઇગ્રેન ટ્રીગર થાય છે. આ સમસ્યામાં આલ્કોહોલ, વધારે પડતી ખાંડ કે સ્ટાર્ચ વાળા આહારથી દૂર રહો. 

મેગ્નેશિયમની ખામી 

3/5
image

 

મેગ્નેશિયમ એક રિલેક્સ મિનરલ છે. ઘણી વખત મેગ્નેશિયમની ઉણપના કારણે પણ માથાનો દુખાવો અને માઈગ્રેન રહે છે. તેથી મેગ્નેશિયમથી ભરપૂર આહાર લેવાનું રાખો. તમે ડોક્ટરની સલાહ લઈને મેગ્નેશિયમ માટેના સપ્લીમેન્ટ પણ લઈ શકો છો. 

ખરાબ ગટ હેલ્થ 

4/5
image

માઇગ્રેનની સમસ્યા આંતરડામાં જીવાણું કે યીસ્ટના કારણે પણ થઈ શકે છે. આવું હોય તો તુરંત જ સારવાર કરાવી જોઈએ. આ સાથે જ આહારમાં પ્રોબાયોટિક્સ અને ઓમેગા 3 થી ભરપૂર વસ્તુઓનું સેવન કરો જેથી આંતરડાનું અસંતુલન દૂર થાય અને ગટ હેલ્થ સુધરે.

5/5
image