જાણી લો તે આદતો, જે પતિ-પત્નિના સંબંધોમાં લાવી શકે છે દરાર
કેટલીક એવી આદતો છે જેની સીધી અસર જાતીય જીવન પર પડે છે. ઘણી વખત આપણે આ તરફ ધ્યાન નથી આપતા, જેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. આ આદતોના કારણે સ્ટ્રેસ લેવલ વધવા લાગે છે. આ ઉપરાંત, તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો પણ બગડવા લાગે છે. એવામાં જાણી લો આ આદતો.
વધુ પડતું મીઠું ખાવું
જો તમે વધુ મીઠું ખાવ છો, તો તેનાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. તેનાથી તમારી કામેચ્છામાં પણ ઘટાડો આવી શકે છે. તેના લીધે તમારે આવા મસાલા ખાવા ન જોઇએ, જેમાં વધુ પોટેશિયમ હોય છે કારણ કે તેનાથી ઘણી બધી બિમારીઓનો ખતરો વધી જાય છે.
ટેન્શન
વધુ પડતો સ્ટ્રેસ લેવાથી પણ અનેક બીમારીઓ થાય છે. લાંબા સમય સુધી તણાવને કારણે, હોર્મોન્સ વધે છે, જે શરીરને ઘણા નુકસાન પહોંચાડે છે. આ સિવાય સેક્સ લાઈફ પર પણ અસર થાય છે.
ખૂબ વ્યસ્ત રહેવું
જીવનમાં વ્યસ્ત રહેવું યોગ્ય છે, પરંતુ જો તમે તમારા સંબંધને સમય ન આપો તો તે તમારી જાતીય જીવનને ઘણી અસર કરે છે, તેથી પતિ-પત્નીએ એકબીજાને સમય આપવો જોઈએ.
ધુમ્રપાન
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ ઉપરાંત તે તમારી સેક્સ લાઈફને પણ બગાડે છે. ધૂમ્રપાન પુરુષોની જાતીય ક્ષમતાને અસર કરે છે. આ ઉપરાંત, આ શુક્રાણુઓની સંખ્યાને પણ ઘટાડે છે.
ફોરપ્લે ના કરવું
જાતીય જીવન સુધારવા માટે ફોરપ્લે ખૂબ જ જરૂરી છે. આ તમારા સંબંધને મજબૂત બનાવે છે.
Trending Photos