જો તમને દૂધ ન ગમતું હોય તો આ 5 વસ્તુઓનું કરો સેવન, ઘરડા થશો તો પણ મજબૂત રહેશે હાડકાં

How To Boost Calcium Level: દૂધથી તમારા શરીરને કેલ્શિયમ મળે છે. અને કેલ્શિયમથી હાડકા મજબૂત થાય છે. પણ કોઈને દૂધ ભાવતુ જ ના હોય અને દૂધ પીવાની ઈચ્છા જ ના હોય તો એવા લોકોએ શું કરવું? અમે તમારા માટે લઈને આવ્યાં છીએ દૂધના બદલામાં બીજા 5 શ્રેષ્ઠ  સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પો. જેમાંથી શરીરને મળશે ભરપુર માત્રામાં કેલ્શિયમ....

તલનું તેલ

1/6
image

તલના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી ખનિજો છે. 100 ગ્રામ તલમાં લગભગ 800 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.

સોયાબીન

2/6
image

સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે, પરંતુ તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 250 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.

બ્રોકલી

3/6
image

બ્રોકલી એ કેલ્શિયમ, વિટામીન સી અને વિટામીન K થી ભરપૂર લીલું શાકભાજી છે. 1 કપ સમારેલી બ્રોકોલીમાં લગભગ 170 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.

રાગી

4/6
image

રાગી એ કેલ્શિયમ, આયર્ન અને ફાઈબરથી ભરપૂર અનાજ છે. 100 ગ્રામ રાગીમાં લગભગ 350 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.

પાલક

5/6
image

પાલક કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. 100 ગ્રામ પાલકમાં લગભગ 350 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. પાલકમાં વિટામિન K પણ ભરપૂર હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

Disclaimer:

6/6
image

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)