honey black pepper benefits: કાળા મરીને મધમાં ભેળવીને સેવન કરવાથી જે ફાયદા થાય છે એ તમારા અંદાજ બહારના છે!

નવી દિલ્લીઃ ઘણીવાર આપણને એવી ખાંસી કે શરદી થતી હોય છે જે ઘણાં દિવસો સુધી નથી મટતી. અથવા તો એમ કહો કે તેની અસર ખુબ લાંબો સમય સુધી રહે છે. આવી સ્થિતિમાં મધ અને કાળા મરીનો પાવડર કરીને ચાટવાથી થાય છે સખત રાહત...

અકસીર છે આ ઉપાય

1/10
image

મધ અને કાળા મરી દરેકના ઘરમાં સરળતાથી મળી જશે. તમે તેને ચા સાથે સીધું જ ખાઈ શકો છો. બંનેની અંદર એવી ઘણી વસ્તુઓ છે જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

મધ અને કાળા મરી

2/10
image

મધ અને કાળા મરી બંને તેમના વિવિધ સ્વરૂપોમાં ઉપયોગી છે. તમે આ બંનેનો ઉકાળો બનાવીને પી શકો છો.

આયુર્વેદિક ઔષધી

3/10
image

આ બંનેનો એકસાથે ઉપયોગ કરવાથી જબરદસ્ત ફાયદો થાય છે. બંનેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ તરીકે થાય છે.

ફાયદા

4/10
image

આ બંનેનું મિશ્રણ શિયાળામાં ટોનિક જેવું કામ કરે છે. તેમાં રહેલાં તત્ત્વો જેવાં કે એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-એન્ઝાયટી વગેરે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. જાણો તેના અન્ય ફાયદા-

પાચનતંત્ર મજબૂત બનાવશે

5/10
image

આ બંનેને એકસાથે ખાવાથી આપણા આંતરડામાં સારા બેક્ટેરિયાના નિર્માણને પ્રોત્સાહન મળે છે, જે આપણા આંતરડાને સ્વસ્થ રાખે છે. આંતરડાને સ્વસ્થ રાખવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.

તાણવા દૂર કરશે

6/10
image

કાળા મરીમાં એન્ટીડિપ્રેસન્ટ ગુણો જોવા મળે છે જ્યારે મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. બંનેનું મિશ્રણ શરીરમાં ચિંતા વિરોધી તત્વો પણ બનાવે છે.

સર્જી-ખાંસીમાં મળશે રાહત

7/10
image

કાળા મરી કુદરતી એન્ટી-બેક્ટેરિયલ તેમજ એન્ટીબાયોટિક છે અને મધ ગળાને આરામ આપે છે. એટલા માટે બંનેનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે.

સોજો ઓછો કરશે

8/10
image

કાળા મરી અને મધ બંનેમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. તે શરીરમાં થતી કોઈપણ પ્રકારની સોજો અથવા બળતરાને ઘટાડવામાં મદદરૂપ છે.

વજન ઘટાડવામાં કરશે મદદ

9/10
image

કાળા મરી અને મધનું મિશ્રણ શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેની સાથે કસરત કરવી પણ જરૂરી છે.

10/10
image