ભગવાન પણ જબરા ખેલાડી : એક બાજુ રસાતાળ અને આ જિલ્લાઓ કોરાધાકોર, જાણો 33 જિલ્લામાં કયાં કેટલો વરસાદ
Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે. પહેલા આશના વાવાઝોડું અને હવે બંગાળની ખાડીમાં ઉદભવેલુ લો પ્રેશર ગુજરાત પર વરસાદી વાદળોનું ઝુંડ લઈને આવ્યું છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદી ચાર્ટ પર નજર કરીએ તો, તમને લાગશે કે આખેઆખું ચિત્ર પલટાઈ ગયું છે. હાલ જે આંકડા સામે આવ્યા છે તે બચાવે છે કે, જ્યાં 2023 સુધી વરસાદ પણ વેરી બનતો ત્યાં સાંબેલાધાર વરસ્યો, અંદાજથી ડબલ વરસાદ થયો છે. ઉપરવાળો પણ જબરો ખેલાડી છે, ક્યાંક ધોધમાર બેટિંગ કરી, તો કેટલાક જિલ્લા સાવ કોરાધાકોર રાખ્યા. જુઓ જિલ્લાવાઈઝ રિપોર્ટ.
જે પ્રદેશ ગુજરાતનો સૂકો પ્રદેશ કહેવાતો હતો, ત્યાં હવે પાણીની રેલમછેલ થઈ
સરકારી આંકડા પર નજર કરીએ તો, હાલ દક્ષિણ ગુજરાત આખેઆખું વરસાદના બાનમાં છે. દક્ષિણ ગુજરાતમાં 117.42 ટકા વરસાદ નોંધાયો છે. પરંતું આશ્ચર્યની વાત છે કે, ગુજરાતમાં આ સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં રહ્યો છે. જે પ્રદેશ ગુજરાતનો સૂકો પ્રદેશ કહેવાતો હતો, ત્યાં હવે પાણીની રેલમછેલ થઈ રહી છે. આ વર્ષે કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 179.34 ટકા વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં 125.50 ટકા, મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં 94.82 ટકા વરસાદ છે.
કચ્છ જિલ્લા પર ઉપરવાળો મહેરબાન
કચ્છની વાત કરીએ તો, કચ્છના અબડાસામાં 228.57 ટકા વરસાદ થયો છે. અન્ય તાલુકાઓ પર નજર કરીએ તો, અંજાર 153.30 ટકા, ભચાઉમાં 89.70 ટકા, ભૂજમાં 143.91 ટકા, ગાંધીધામમાં 141.21 ટકા લખપતમાં 175 ટકા, માંડવીમાં 310 ટકા, મુન્દ્રામાં 234 ટકા નખત્રાણામાં 229 ટકા અને રાપરમાં 84 ટકા વરસાદ રહ્યો.
આખા ગુજરાતના વરસાદી આંકડા
Trending Photos