ભગવાનના દૂત બનીને આવ્યા ખજૂરભાઈ, યાતના ભોગવતી નિસહાય મા-દીકરીને આપ્યું ઘરનું ઘર
Khajur Bhai ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ તાલુકા ખાતે છેલ્લા 15 વર્ષોથી પરેશાન થતા મા અને દિવ્યાંગ દીકરીના વહારે ફેસમ યૂટ્યૂબર અને ગુજરાતમાં ગરીબોના મસિહા ગણાતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આવ્યા છે. માં અને દિવ્યાંગ દીકરી છેલ્લા 15 વર્ષ જર્જરિત મકાનમાં રહેતા હતા અને દર ચોમાસા દરમિયાન પુર આવે ત્યારે માં અને દિવ્યાંગ દીકરી યાતના ભોગવતા હતા. આ વિશેની જાણ નીતિન ભાઈ જાણીને થતા તાત્કાલિક આવી મા અને દીકરી માટે મકાન બનાવવાની કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી નીતિન ભાઈ જાણી દ્વારા 263 મકાનો બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના લોકોની હરહમેંશા મદદ કરતા અને ફેમસ યૂટ્યૂબર નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ ગુજરાતમાં રહેતા મકાન વિહોણા લોકોને મકાન બનાવી આપે છે અને ગરીબ લોકોની મદદ કરતા નીતિન ભાઈ જાની દ્વારા વલસાડ શહેરને અડીને આવેલા અને ઔરંગા નદીના તટ ઉપર આવેલ હનુમાન ભાગડા ગામ ખાતે રાઠોડ પરિવારના વહારે આવ્યા છે.
દર વર્ષે ઔરંગા નદીના પાણી હનુમાન ભાગડા અને આજુબાજુના વિસ્તારમાં ફરી વળે છે. ત્યારે હનુમાન ભાગડા ગ્રામ પંચાયતની બાજુમાં ગુલીબેન રાઠોડ તેમની દિવ્યાંગ દીકરી સાથે રહે છે. દર વર્ષે રેલ વખતે પંચાયતની બાજુમાં આવેલ જર્જરિત મકાનમાં પાણી ફરી વળે છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી નીતિનભાઈ જાનીને ઘટનાની જાણ થતા તાત્કાલિક નીતિન જાની અને તેમની ટીમે ગુલીબેન અને તેમની દીકરી જ્યોત્સનાબેનની મુલાકાત લીધી હતી.
તેઓએ જર્જરિત મકાન જોઈને તેમની ટીમે મકાન બનાવી આપવાનો નિર્ણય કર્યો હતો. ગુલી રાઠોડ હનુમાન ભાગડા વિસ્તારમાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પાકું મકાન બનાવી શકે તેમ નથી. અને ગુલીબેનને દીકરો ન હોવાથી નીતિન જાની વહોરે આવ્યા હતા.
તેમણે વાયદો કર્યો કે, 7 દિવસમાં પાકું મકાન બનાવી આપશે. ગુજરાત ભરમાં નીતિન જાનીએ ફૂલ 263 જેટલા જરૂરીવતમંદ પરિવારને પાકા મકાનો બનાવી આપ્યા હતા. નીતિન જાની અને તેમની ટીમ સાથે શ્રમદાન કર્યું હતું. અને વલસાડ શહેર અને આજુબાજુના લોકોને આવા જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ થવા આહવાહન કર્યું હતું.
Trending Photos