Gujarat Weather Forecast: અત્યાર સુધીની સૌથી ઘાતકમાં ઘાતક આગાહી, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મેઘતાંડવની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 16 જુલાઈ એ પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ, દાહોદ,છોટા ઉદેપુર,નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 17 જુલાઈ એ અમરેલી, ભાવનગર,નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
19 જુલાઈએ પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ,ખેડા, આણંદ, બરોડા, ભરૂચ,સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી છે. 19 જુલાઈએ અમરેલી ભાવનગર નર્મદા તાપી નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથ, આણંદ,ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 20 જુલાઈએ દ્વારકા,જામનગર, પોરબંદર,સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આજના હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. 15,16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી છે. 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 18 જુલાઈ પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમ આવતા અતિભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે શું કરી આગાહી
અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટી થશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણી પાણી થશે. 17 જુલાઈથી ભારેથી અતિભારેથી વરસાદની આગાહી છે. નર્મદા, તાપી સહિતની નદીઓમાં પુર આવશે, સરદાર સરોવર ડેમ છલકાશે.
Trending Photos