ટિટોડીએ તો ભારે કરી! આ વર્ષે ગુજરાતમાં એવી જગ્યાએ ઈંડા મૂક્યા કે અતિવૃષ્ટિનો વરતારો
Gujarat Weather 2024: ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ટીટોડીએ ઈંડા મુકવાની શરૂઆત કરી દીધી છે. મહીસાગર પછી હવે આણંદમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા છે. જેનો અર્થ સામાન્ય માન્યતા પ્રમાણે સારો વરસાદ આવશે તેવો થાય છે. પ્રાચીન કાળમાં વરસાદની આગાહી કોઠાસુઝ આધારે થતી હતી. જે આધારેનો તમે વરતારો જોઈ શકો છો...
આ છે આગાહીના પ્રકારો
ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. ટિટોડી જમીન પર કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે, ઈંડાની સંખ્યા કેટલી છે તે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરાય છે. જો ટિટોડી ચારથી વધુ ઈંડા મૂકે કે વધુ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. જો ત્રણ ઈંડા મૂકે અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂક્યા હોય તો એવું માનવામાં આવે છે કે વધુ વરસાદ નથી.
આણંદમાં ટીટોડીએ ઈમારતના ધાબા પર ઈંડા મુક્યા છે. ટીટોડીએ ધાબા પર ચાર ઈંડા મુક્યા છે. ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ટીટોડી ત્રણ ઈંડા મુકતી હોય છે પરંતુ આ વખતે ટીટોડીએ ચાર ઈંડા મુકતા સારા વરસાદનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, ટીટોડી ચાર ઈંડા મુકે તો સારો વરસાદ થાય. જો ટીટોડી ઊંચાઈએ ઈંડા મુકે તો વ્યાપક વરસાદ અને વહેલા મુકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. આણંદમાં ટીટોડીએ ઊંચાઈ પર ઈંડા મુકતા અતિવૃષ્ટિનો વરતારો કરવામાં આવ્યો છે. આમ આ વરતારા અતિ અગત્યના છે.
વરસાદની આગોતરી આગાહી
પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે.
વધુ વરસાદ નથી હોવાનો આ છે વરતારો
ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરી ખેડૂતોને પણ માહિતી મળે છે. ટિટોડી જમીન પર કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે, ઈંડાની સંખ્યા કેટલી છે તે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. જો ટિટોડી ચારથી વધુ ઈંડા મૂકે કે વધુ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. જો ત્રણ ઈંડા મૂકે અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂક્યા હોય તો એવું માનવામાં આવે છે કે વધુ વરસાદ નથી.
ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા
ટીટોડીએ લુણાવાડામાં ઈંડા મૂક્યા છે. જેના પરથી વરસાદનો વરતારો કરવામાં આવ્યો. ટીટોડીએ ઊંધા ઈંડા મુકતા સારા વરસાદનો સંકેત મળ્યા છે. ટીટોડીએ લુણાવાડામાં ઈંડા મૂક્યા છે. આ ઈંડા જોઈને ગામના વડીલોએ અનુમાન લગાવ્યું છે. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી વર્ષ 2024 માં વરસાદનુ પ્રમાણ વધારે રહેશે તેવો વરતારો કરાયો છે.
Trending Photos