ગુજરાત પર ત્રાટકશે એક સાથે ચાર-ચાર ખતરનાક સિસ્ટમો! બધુ ખેદાન-મેદાન કરીને વેર વાળશે વરુણદેવ

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. સાથે જ સંબંધિત જિલ્લાઓને અલગ અલગ સાઈન સાથેના અલર્ટ પણ આપી દેવાયા છે. એટલું જ નહીં તંત્ર દ્વારા જિલ્લાવાર વિપરિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. આગામી સાત દિવસ સાચવી લેવા જેવું છે...ભયાનક છે આગાહી, ભૂક્કા કાઢશે વરસાદ! ગુજરાતના 65 ટકા વિસ્તારો ભારેથી અતિભારે વરસાદની ઝપેટમાં...

1/11
image

આગામી સાત દિવસ સાચવી લેવા જેવું છે...ભયાનક છે આગાહી, ભૂક્કા કાઢશે વરસાદ! ગુજરાતના 65 ટકા વિસ્તારો ભારેથી અતિભારે વરસાદની ઝપેટમાં...સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સતત કંટ્રોલ રૂમથી વિવિધ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરોના સંપર્કમાં છે. સાથે જ જ્યાં અતિભારે વરસાદની આગાહી છે તે જિલ્લાઓમાં શું સ્થિતિ છે, કેવી તૈયારી છે તેની પણ અપડેટ લઈ રહ્યાં છે.

2/11
image

Gujarat Heavy To Heavy Rains Updated: ગુજરાતમાં વરસાદની એક નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતના માથે સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. અહીં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.

3/11
image

આગામી 48 કલાક સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહેશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, અને મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે. આગામી 48 કલાક પછી વરસાદનું જોર આંશિક ઘટી શકે છે.  

આગાહીને પગલે તંત્ર એલર્ટ

4/11
image

ખાસ કરીને ગુજરાતના સાઉથ ઝોનમાં એટલેકે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે.   

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવનો ભય

5/11
image

દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વાપી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના શહેરોમાં લોકોને સતાવી રહ્યો છે આકાશી આફતનો ડર...

આગામી સાત દિવસ ભારે

6/11
image

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 

જાણો આજે ક્યાં કયું અલર્ટ

7/11
image

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર-હવેલીનો સમાવેશ થાય છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.. સાથે જ અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે.

પરેશ ગોસ્વામીએ કરી ભયંકર આગાહી

8/11
image

ગુજરાતમાં ફરી સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસમાં પડનારો વરસાદ ગુજરાતના 65 ટકા વિસ્તારને આવરી લેશે. મહત્વનું છે કે બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. જેથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સાથે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે આ રાઉન્ડમાં અતિવૃષ્ટિ થાય અને મોટું નુકસાન થાય તેવી શક્યતા નથી.

નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બનતા પાણી-પાણી

9/11
image

નવસારીની પૂર્ણા નદી ગાંડીતૂર બનતા ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું છે. ભેંસત ખાડા, રામલા મોરા, કાશીવાડી રિંગ રોડ, કમેલા દરવાજા અને શાંતીદેવી રોડ પર પાણી ભરાઈ ગયા. પૂરના પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી. નવસારીના રંગુન નગર વિસ્તાર બેટમાં ફેરવાયું છે. પૂર્ણા નદીના પાણીએ રંગુન નગરને પણ જળમગ્ન કરી નાંખ્યું. નદીના પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. દુકાન અને ઘરમાં પાણી ફરી વળતાં હાલાકી ભોગવવી પડી. નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બનતા પૂર્ણા નદીના બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થવાની શક્યતાથી લોકોની ચિંતા વધી ગઈ છે.  

આ વિસ્તારમાં ખાબક્યો 19 ઇંચથી વધુ વરસાદ

10/11
image

ગુજરાત માટે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડીરાત્રે ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ હતી. વાલિયામાં 19 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં તેમજ નદી-નાળાં છલોછલ થયાં હતાં. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું છે. લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે.   

ગુજરાતનો ત્રીજા નંબરનો ડેમ એલર્ટ પર

11/11
image

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતા ડેમને એલર્ટમોડ જાહેર કરવામાં આવ્યો છે. કડાણા ડેમમાંથી આજે 10 ગેટ ખોલી મહીસાગર નદીમાં 1 લાખ 33 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા મહી નદી હાલ બંને કાંઠે વહેવા લાગી છે. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી પાણી છોડવાના કારણે 106 ગામોને સતર્ક કરાયા છે.