આ 4 દિવસ સાચવી લેજો ગુજરાતવાસીઓ, જાણો કયા વિસ્તારો માટે વરસાદનું રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ખાતેના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ તારીખ 6થી લઈને 9 જુલાઈ સુધી ગુજરાતમાં કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, ક્યાં ભારે વરસાદ, ક્યાં હળવો વરસાદ પડશે તે માટે આગાહી કરવામાં આવી છે. આજે એટલે કે 5 જુલાઈના રોજ ગીર, સોમનાથ, દીવ, દમણ અને ભાવનગરમાં આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત,તાપી,નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવલી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 

1/6
image

5 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

2/6
image

હવામાન ખાતા દ્વારા 5 જુલાઈના બુધવારના રોજ જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી, દિવ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.   

6 જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી

3/6
image

હવામાન ખાતા દ્વારા 6 જુલાઈના ગુરુવારના રોજ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

7 જુલાઈએ ભારે થી પણ અતિભારે વરસાદનું આગાહી

4/6
image

હવામાન ખાતા દ્વારા 7 જુલાઈ શુક્રવારના રોજ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી, દમણ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ માં યેલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.   

8 જુલાઈના રોજ આ વિસ્તારો માટે રેડ એલર્ટ

5/6
image

હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. અત્યંત ભારે થી પણ વધુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયું છે. 

9 જુલાઈના રોજ આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

6/6
image

9 જુલાઈ માટે કચ્છ, દ્વારકા , જામનગર,મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે.